સંકેત પંડ્યા – એડિટર

ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી, ગુજરાત સરકારના વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ, ગાંધીનગરના માર્ગદર્શન હેઠળ લોક વિજ્ઞાન કેન્દ્ર ગોધરા દ્વારા વુમન સાયન્સ ક્લબ હેઠળ પંચમહાલ જીલ્લાના વિવિધ સ્થળોએ મહિલા જાગૃતિ કાર્યક્રમ કરવામાં આવી રહ્યા છે. જેમાં મહિલા જાગ્રતિ કાર્યક્રમ અંતર્ગત મહિલાઓની તંદુરસ્તી જળવાય તે હેતુથી માર્ગદર્શન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.. ઉલ્લેખનીય છે કે મહિલાઓમાં માસિક સ્વચ્છતા તથા જાગૃતિ કેળવાય તે માટે પણ અનેક કાર્યક્રમો થઇ રહેલ છે. લોક વિજ્ઞાન કેન્દ્ર ગોધરાના પ્રમુખ શ્રી સુજલ કુમાર મયાત્રા – કલેકટર શ્રી પંચમહાલ જીલ્લો તથા કાર્યકારી પ્રમુખ ડૉ.સુજાત વલીના માર્ગદર્શન હેઠળ પ્રારંભ થયેલ મહિલા વિજ્ઞાન ક્લબ દ્વારા મહિલા આઈ ટી આઈ – જાફરાબાદ ખાતે સ્વાસ્થ્ય અંગે ખાસ વક્તવ્ય યોજાયું હતું જેમાં ડૉ.શ્રી ફાલ્ગુનીબેન દામા,મનીષાબેન માણકે ,રીનાબેન સોની તથા અન્ય મહિલાઓએ શારીરિક રીતે શશક્ત રહેવા ઉપસ્થિત સૌ ને સમજણ પૂરી પાડી હતી.ગામડામાં વસ્તી બાળકીઓ વિજ્ઞાન પ્રત્યે રૂચી કેળવે તથા સાચી સમજણ મેળવી પોતાના જ્ઞાનમાં ઉતરોતર વધારો કરી સમજણ મળે તે માટે ઉપસ્થિત સૌએ માર્ગદર્શન પૂરું પાડ્યું હતુ.આપને સૌ જાણીએ છીએ કે માનવ જીવનની હર ક્ષણે હર પળે સ્ત્રીઓ તથા વિજ્ઞાનની જરૂર છે. વિજ્ઞાન વગર માનવ વિકાસ થઇ શકે તેમજ નથી.આ ઉપરાંત સ્ત્રીઓએ રોજીંદા જીવનમાં કયા પ્રકારનો ખોરાક લેવો જોઈએ જેથી તેમના માં રહેલી લોહ તત્વ ની ઉણપ દુર થઇ શકે તે અંગે વિસ્તૃત પૂર્વક સમજણ આપવામાં આવી હતી.મોટા ભાગે ગામડામાં વસ્તી સ્ત્રીઓમાં એનેમિક ના લક્ષણો દેખાતા હોય છે.તો તે માટે રોજીંદા ખોરાકમાં ગોળ,ચણા વગેરે નો બહોળા પ્રમાણમાં ઉપયોગ કરવા જણાવવામાં આવ્યું હતુ.આપની આસપાસ ઉગી નીકળતી વનસ્પતિ જેમકે સરગવો, બિલ્વ ફળ, જુદા જુદા પ્રકારની ભાજી વગેરેનો બહોળા પ્રમાણમાં ખોરાકમાં ઉપયોગ કરવાથી આપણા શરીરને ઘણા પ્રકારના પોષક તત્વો મળી રહેતા હોય છે..તેમજ માસિક દરમ્યાન મહિલાઓને જે પ્રશ્નો ઉદ્ભવતા હોય છે તે અંગે વિસ્તૃત સમજણ ડૉ.સુજાત વલી દ્વારા આપવામાં આવી હતી.સમગ્ર કાર્યક્રમનું આયોજન લોકવિજ્ઞાન કેન્દ્ર ગોધરાની ટીમ દ્વારા કરવામાં આવ્યું હતુ.

