Gujarat Jan Ekta
તાજા સમાચાર
Breaking News ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

સેન્ટ્રલ GST અને એક્સાઇઝનો સુપ્રિટેન્ડટ ₹ 5000 ની લાંચ લેતા ઝડપાયો – જાણો વધુ

ડેનિયલ ગામિત – સુરત
કેટલાક સમયથી ગુજરાતમાં એસીબી ની ટીમે લાંચિયા અધિકારીઓ પર સપાટો બોલાવી દીધો છે. એક પછી એક છટકું ગોઠવીને એસીબીની ટીમો દ્વારા લાંચિયા લોકોને રંગેહાથ ઝડપી લેવામાં આવી રહ્યા છે. ત્યારે ડાયમંડ સિટી તરીકે ઓળખાતા સુરતમાંથી ફરી એકવાર લાંચિયો અધિકારી એસીબીના હાથે લાગ્યો છે. નાનપુરા ખાતે આવેલ સેન્ટ્રલ જીએસટી અને એક્સાઇઝ વિભાગમાં નાનપુરા સેન્ટ્રલ જીએસટી અને સેન્ટ્રલ એક્સાઇઝ વિભાગમાં ફ૨જ બજાવતા સુપ્રિટેન્ડટ રૂા. પ૦૦૦ની લાંચ લેતા એન્ટીકરપ્શન બ્રાન્ચ ના હાથે ઝડપાતા લાંચીયા બાબુ ઓમા ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો.
  • જી.એસ.ટીના નાણાં રિફંડ કરવા માંગી હતી ₹ પાંચ હજારની લાંચ
સુરતમાં જીએસટી ઇન્કમટેક્સ નું કામ કરતા ટેક્ષ કન્સલટરે તેમના ગ્રાહકની વેપારી પેઢીના જીએસટી રિફંડ માટે નાનપુરા ખાતે આવેલ જીએસટી અને સેન્ટ્રલ એક્સાઇઝની કચેરીમાં અરજી કરી હતી. જે અનુસંધાને સુપ્રિટેન્ડેન્ટ સુશીલકુમાર અગ્રવાલે જી એસ ટી રિફંડ કાર્યવાહી માટે રૂપિયા પાંચ હજારની લાંચ માગી હતી.જે રૂપિયા ફરિયાદી આપવા માંગતા ન હોઈ તેઓએ આ અંગેની ફરિયાદ સુરત એ સી બી ને કરી હતી.જેથી ACB ની ટીમ દ્વારા છટકું ગોઠવ્યું હતું. જ્યાં સુપ્રિટેન્ડેન્ટ સુશીલકુમાર અગ્રવાલ નાનપુરા ખાતે આવેલ જી એસ ટી અને સેન્ટ્રલ એક્સાઈઝ કચેરીમાં માં જ રૂપિયા 5000 ની લાંચ લેતા રંગે હાથ ઝડપાય જવા પામ્યો હતો. જીએસટી અને એક્સાઇઝ પોતાની કચેરીમાં જ લાંચ લેતા ઝળપાતા ભ્રષ્ટ અધિકારીઓમાં ફફરાટ વ્યાપી જવા પામ્યો હતો.આ અંગે વધુ તપાસ ના એસ એન દેસાઈ કરી રહ્યા છે.એસીબીના ઝટકામાં રંગે હાથ પકડાઈ ગયેલા સુપ્રીટેન્ડેટે અન્ય કોઈ પાસે પૈસા પડાવ્યા છે કે કેમ તે માટે ACB દ્વારા રિફંડ રિલીઝ કર્યા હોય તેવી ફાઈલોની તપાસ કરવામાં આવે તો કરોડો ₹ ની હેરાફેરીનો પર્દાફાશ થઈ શકે તેમ છે !!
Share

Related posts

સુરતમાંથી 75 લાખની રોકડ જપ્ત કરવાના કેસની તપાસ હવે EDને સોંપાઈ

Admin

ફતેપુરા પોલીસ સ્ટેશન ખાતે રેન્જ આઇ જી ની અધ્યક્ષતામાં લોક દરબાર યોજાયો

gujaratjanekta

ઝાલોદ પોલિસ સ્ટેશનમા ફરજ નિભાવતા રાહુલસિંહ સોલંકીનુ ટ્રાન્સફર થતાં તેમનું વિદાય સમારંભ ડી.વાય.એસ.પી દ્વારા યોજવામાં આવ્યું

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial