Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

રેડ ક્રોસ સોસાયટી દાહોદ જિલ્લા શાખા ને રાજ્યકક્ષા નો એવોર્ડ

ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી ગુજરાત રાજ્ય શાખા વર્ષ 2022- 23 અને 2023- 24 ની વાર્ષિક સાધારણ સભા પ્રમુખ મહામહિમ રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રત જી ની અધ્યક્ષતામાં તારીખ 14/ 10/ 2024 ના રોજ સવારે 11:00 કલાકે રાજભવન ગાંધીનગર ખાતે યોજવામાં આવી હતી જેમાં ગુજરાત રાજ્ય આરોગ્ય વિભાગના અગ્ર સચિવ શ્રી ધનંજય દ્વિવેદી જી અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. સ્વાગત પ્રવચન ગુજરાત રાજ્ય શાખાના ચેરમેન શ્રી અજયભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું. જેમાં દાહોદ જિલ્લા શાખાને આઉટ સ્ટેન્ડિંગ પર્ફોર્મન્સ ઈન ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટિવિટી વર્ષ 2023 24 નો રનર્સ અપ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો. આ પ્રસંગે દાહોદ શાખા ના ચેરમેન શ્રી ગોપાલભાઈ ધાનકા વાઇસ ચેરમેન શ્રી દિનેશભાઈ શાહ ટ્રેઝરર શ્રી કમલેશભાઈ લીંબાચીયા ઉપસ્થિત રહ્યા હતા. જેમાં મેનેજિંગ કમિટીના સભ્યો, ગુજરાત રાજ્યના વિવિધ જિલ્લા શાખાના હોદ્દેદારશ્રીઓ ,વિવિધ તાલુકા શાખાના હોદ્દેદારશ્રીઓ ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. દાહોદ જિલ્લા શાખા ના કારોબારી મેમ્બરશ્રીઓએ એવોર્ડ મેળવ્યા બદલ અભિનંદન પાઠવ્યા હતા. ગુજરાત સ્ટેટ બ્રાન્ચ ના ચેરમેન શ્રી અજયભાઈ પટેલ વાઇસ ચેરમેન અજયભાઈ દેસાઈ દાહોદ જિલ્લા શાખા ને ખુબ ખુબ શુભેચ્છા પાઠવી હતી

Share

Related posts

ઝાલોદ કૉલેજમાં કૃષ્ણ ભક્તિ તથા દેશ ભકિત સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું

gujaratjanekta

SSA (સમગ્ર શિક્ષા અભિયાન) માં કામ કરતા કરાર આધારિત વોકેશનલ ટ્રેનર સાથે અન્યાય ?!!

gujaratjanekta

અમદાવાદમાં સોમવારે પી.એમ નરેન્દ્ર મોદી અસારવાથી ઉદયપુર ટ્રેનનો પ્રારંભ કરાવશે

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial