Gujarat Jan Ekta
તાજા સમાચાર
Breaking News ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

સિદ્ધપુર મા શ્રીમદ ભાગવત જ્ઞાન પારાયણ સપ્તાહ ઉજવાયો

સિદ્ધપુર મા અંબાવાડી ખાતે બિરાજમાન જગત જનની મા અંબાના આશિર્વાદ થી , માં અંબા ના ચાચર ચોક મા અંબા સ્વરુપ મહિલા મંડળ ની બહેનોના અથાગ પ્રયાસો તેમજ કોરોના કાળ મા આપણે સૌએ ગુમવેલા આપણા સ્વજનો ના મોક્ષાર્થે શ્રીમદ ભાગવત જ્ઞાન સપ્તાહ નુ આયોજન કરવામાં આવેલ છે.
શ્રીમદ ભાગવત જ્ઞાન સપ્તાહ ના આજ તા.૨૪-૦૪-૨૦૨૨ ના પ્રથમ દિવસે સિદ્ધપુર નગર મા બહેનો દ્રારા સાંજે પોથી યાત્રા નીકળી હતી જેમા મોટી સંખ્યામાં મહિલાઓ , બહેનો જોડાયા હતા અને પોથી પૂજન કરવામાં આવ્યું હતું.
આ શ્રીમદ ભાગવત જ્ઞાન સપ્તાહ ના કાર્યક્રમ મા પ્રજ્ઞાપુત્રી ડૉ. શ્રીમતી મમતાબેન પંડિત , રાજકીય પક્ષ ના આગેવાનો તેમજ મહાનુભાવો ઉપસ્થિત રહયા હતા. રાત્રે પ્રજ્ઞાપુત્રી મમતાબેન પંડિત દ્રારા લોકો ને ભાગવત જ્ઞાન રૂપી રસપાન કરાવ્યું હતું. આ તમામ કાર્યક્રમ નું સુંદર આયોજન સિદ્ધપુર ઔદિચ્ય સહસ્ત્ર બ્રાહ્મણ સમાજ તેમજ અંબાજી માતા ટેમ્પલ કમિટી અને મહિલા મંડળ ,તેમજ પાલનપુર , અમદાવાદ , મુંબઇ , વડોદરા , મહેસાણા અને સુરત ની મહિલા પાંખ ની બહેનો દ્રારા આયોજન કરવામા આવ્યુ હતુ જેમા કૃષ્ણ જન્મોતસવ , ઋકમણી વિવાહ વગેરે ધાર્મિક પ્રસંગો નુ આયોજન કરવામાં આવશે.

Share

Related posts

૩૬ કલાક માં ચાલીસ વર્ષીય મહિલા ના હત્યાનો ગુનો શોધી કાઢતી દાહોદ જિલ્લા પોલીસ

gujaratjanekta

ઝાલોદ બસ સ્ટેશનમા બિન્દાસ ચોરી કરતા પાકીટમારો : કેમેરા કવરેજ થી દૂર હોવાથી ચોરો બિન્દાસ

gujaratjanekta

પંચશીલ આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ ગોધરા ખાતે વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ યોજાયો

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial