Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ઝાલોદ અગ્રવાલ સમાજ દ્વારા શ્રાવણ માસ નિમિતે ત્રિપુરા સુંદરી ખાતે સ્નેહ ગોષ્ઠી મિલન પ્રોગ્રામ યોજવામાં આવ્યો

પંકજ પંડિત

ઝાલોદ અગ્રવાલસમાજના 200 ઉપરાંત લોકો હાજર રહેતા સામાજિક એકતા જોવા મળીઝાલોદ અગ્રવાલ સમાજ દ્વારા દર વર્ષે શ્રાવણ માસ દરમિયાન સ્નેહ ગોષ્ઠી મિલન યોજવામાં આવે છે. શ્રાવણ મહિનામાં યોજવામાં આવતી આ સ્નેહ ગોષ્ઠી નગરની આસપાસ આવેલ સુંદર સ્થળ જે ઝાલોદ નગર થી 50-60 કિલોમીટરમા આવતા હોય તેવા રમણીય સ્થળ પર યોજવામાં આવતું હોય છે. અગ્રવાલ સમાજ દ્વારા 27-07-2025 રવિવાર હરિયાળી ત્રીજની સ્નેહ ગોષ્ઠી રાજસ્થાનના ત્રિપુરા સુંદરી મુકામે રાખવામાં આવેલ હતું. ત્રિપુરા સુંદરી એ ખૂબ પ્રચલિત માતાજીનું મંદિર છે.ઝાલોદ અગ્રવાલ સમાજના અંદાજીત 200 ઉપરાંત લોકો ત્રિપુરા સુંદરી મુકામે સમાજ દ્વારા રાખેલ સ્નેહ ગોષ્ઠી મિલનમા હાજર રહ્યા હતા. ઉપસ્થિત સહુ લોકોએ અલગ અલગ રમતો રમી આનંદ લીધો હતો. ત્યારબાદ સમાજની સાધારણ સભા પણ યોજવામાં આવી હતી. આ સાધારણ સભામાં સમાજને લગતી અલગ અલગ કામગીરી પર ચર્ચા વિચારણા કરવામાં આવી હતી તેમજ સમાજના સંગઠન જાળવી આગળ વધવું એ સમાજની એકતા પ્રદર્શિત કરે છે તેવું સમાજના પદાધિકારીઓ કહ્યું હતું. આવનાર અગ્રસેન જન્મોત્સવની ઉજવણી કેવી રીતે કરવી તે વિશે સવિસ્તાર ચર્ચા કરવામાં આવી હતી.સમાજના નવીન પ્રમુખ પંકજ અગ્રવાલ, ઉપપ્રમુખ મનોજ અગ્રવાલ, મંત્રી દિલીપ અગ્રવાલ, સહમંત્રી ક્રુણાલ અગ્રવાલ,ખજાનચી રિતેશ અગ્રવાલ, મહિલા પ્રમુખ સરિતા અગ્રવાલ તેમજ યુવા પ્રમુખ સાહિલ અગ્રવાલ દ્વારા સમાજનના સંગઠનને વધુ મજબૂત કરી આગળ કેવી રીતે વધવું તેમજ સંગઠનમાં શક્તિ છે તે વિશે વધુ ભાર મૂક્યો હતો. ઝાલોદ નગરમાં આંતરરાષ્ટ્રીય ધાર્મિક વક્તા એવા ગીરી બાપુ 25-12-2025 ના રોજ આવી રહેલ છે તે પ્રોગ્રામને સફળ બનાવવા માટે પણ ચર્ચા કરવામાં આવી હતી.

Share

Related posts

વિશ્વ ક્ષય દિવસના ઉપક્રમે બ્લડ ડોનેશન કેમ્પ થકી ઝાયડસ મેડિકલ કોલેજ અને હોસ્પિટલ ખાતે ઉજવણી કરાઈ

gujaratjanekta

નહેરુ યુવા કેન્દ્ર દાહોદ દ્વારા જાગૃતિ કન્યા વિદ્યાલય ફતેપુરા ખાતે નિબંધ સ્પર્ધા નું આયોજન કરવામાં આવ્યું

gujaratjanekta

ઝાલોદ એ.પી.એમ.સી ની ચૂંટણીમા મહેશ ભૂરીયાની બિનહરીફ જીત : સતત બીજી ટર્મ માટે વિજેતા જાહેર થયા

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial