સંકેત પંડ્યા – એડિટર
ખાનપુર વિભાગ ત્રિવેદી મેવાડા બ્રાહ્મણ સમાજનો છઠ્ઠો સમૂહ યજ્ઞૉ પવિત સમારંભ ભાદરોડ મુકામે યોજાયો કાર્યક્રમમાં 31 બટુકોને યજ્ઞો પવિત આપવામાં આવી ત્રણ હજાર જેટલા જ્ઞાતિ જ્નોની હાજરી માં કાર્યક્રમ સંપન થયો આગલા દિવસે ગણપતિ સ્થાપના મંડપ મુહુરત ગ્રહશાંતિ અને રાસ ગરબાનો કાર્યક્રમ યોજાયો બીજે દિવસે યજ્ઞૉ પવિતસંસ્કાર આપવામાં આવ્યા બંને દિવસ પૂરા સમાજે એક રસોડે ભોજન લીધું સમાજના આયોજકો અને વહીવટી બોડિએ કાર્યક્રમ માટે છેલા બે માસથી ભારે જહેમત ઉઠાવી કાર્યક્રમને સફળ બનાવવા માઇક્રો પ્લાનિગ કરેલ હતું જેથી કોઈને કઈ તકલીફ ના પડે
સમાજના લોકોમાં બંધુત્વની ભાવના વિકસે અને મોઘવારીના સમયમાં સમાજના બટુક પરિવારને આર્થિક લાભ થાય એ ઉદદેસથી આ કાર્યક્રમનું આયોજન કરેલ હતું જે સફળ રહ્યું
કાર્યક્રમમાં અખિલ હિન્દ ત્રિવેદી મેવાડા પરિષદના ટ્રસ્ટી શ્રી નર્મદાશંકર તરવાડી મહામંત્રી શ્રી હર્ષદભાઈ પંડ્યા ઉપપ્રમુખ શ્રી શૈલેશકુમાર ઠાકર મંત્રી શ્રી ડો.શરદ ચંદ્ર પંડ્યા અને જ્યોતિ ના તંત્રી શ્રી બાલકૃષ્ણ જોશી તથા સમાજના સર્વે પૂર્વ પ્રમુખો અને મહામંત્રી વિસ્તારના આગેવાનો તથા મોટી સંખ્યામાં ભૂદેવો એ હાજરી આપી દાતાશ્રીઓએ ઉદાર હાથે આપેલા દાનની કદર કરી સમાજે એમનો સન્માન સમારંભ યોજ્યો હતો જેમાં સર્વે દાતા શ્રીઓનુ પુષ્પ ગુછ સાલ અને મોમેટો થી સ્વાગત કરવામાં આવ્યું
31 બટુકોને યજ્ઞોપવીત સમાજના કુલગુરુ પૂજ્ય પંકજદેવના આચાર્ય પદે 35 જેટલા વિદ્વાન બ્રાહ્મણોએ સંપન કરાવ્યુ વેદમંત્રોથી વાતાવરણ ધર્મ મય બની ગયું
કાર્યક્રમને સફળ બનાવવામાં સમાજના પ્રમુખ શ્રી દીપકભાઈ પંડ્યા મહામંત્રી શ્રી જિજ્ઞેશકુમાર જોશી આયોજન સમિતિના કન્વીનર હસમુખભાઈ જોશી કન્વીનર પ્રવીણભાઈ ભટ્ટ પ્રવીણભાઈ જોષી, પારસભાઈ ભટ્ટ ભદ્રેશ ભાઈ પંડ્યા હર્ષદભાઈ ઠાકર મનહરભાઈ ઠાકર મેહુલ જોશી હાર્દિકભાઈ જોશી ચેતકભાઈ ભટ્ટ તેમજ ભાદરોડ બ્રહ્મ સમાજ સમાજના સર્વે સદસ્યો વિગેરેનું વિશેષ યોગદાન રહ્યું ખાનપુર વિભાગ ત્રિવેદી મેવાડા બ્રાહ્મણ એકડા પંચના સદસ્યોનો સહકાર મળ્યો કાર્યક્રમ સફળ રહ્યો અત્યાર સુધી થયેલા કાર્યક્રમો માં આજનો કાર્યક્રમ સર્વ શ્રેષ્ઠ રહ્યો એવિ લાગણી સર્વે જ્ઞાતિ જ્નોએ વક્ત કરી અને આવા આયોજનો કાયમ થવા જોઈએ તેવો સૂર વ્યકત થયો કાર્યક્રમ માં હાજરી આપી સર્વે ધન્યતા અનુભવી.

