Gujarat Jan Ekta
તાજા સમાચાર
Breaking News ગુજરાત ન્યૂઝ જાણવા જેવુ ટોપ ન્યૂઝ ધંધાકીય જાહેરાત ધર્મ દર્શન / રાશિફળ સરકારી નોકરી/યોજનાઓ સ્પોર્ટસ

મુસાફરોએ ચોર ઝડપ્યો: આણંદ પાસેથી પસાર થતી ટ્રેનમાં દેશી તમંચા સાથે ચોરી કરતા શખ્સને મુસાફરોએ ઝડપી પાડ્યો

આણંદ2 કલાક પહેલા

કૉપી લિંકતસ્કરે તમંચો કાઢી ડરાવવાની કોશીષ કરી, મુસાફરોએ હિંમત કરી ઝડપી લીધો

આણંદ નજીકથી પસાર થતી ગોરખપુર-અમદાવાદ ટ્રેનમાં ચડેલ તસ્કરોને મહિલા મુસાફરે મોબાઇલ ચોરતા રંગેહાથ પકડી પાડ્યાં હતાં. આ તસ્કરોએ મહિલા સાથે ઝપાઝપી પણ કરી હતી. જેમાં અન્ય મુસાફરો મદદમાં આવતા તસ્કરે તમંચો કાઢી ડરાવવાની કોશીષ કરી હતી. પરંતુ મુસાફરોની હિંમતથી પકડાઇ ગયો હતો. જેને અમદાવાદ રેલવે પોલીસને હવાલે કરી દેવામાં આવ્યો હતો.

બિહારના વિજયપુર ખાતે રહેતા સપનાદેવી રામદયાલ પ્રસાદ 14મી માર્ચના રોજ રાત્રે તેમના ભાભી જ્યોતિદેવી, પુજાદેવી સાથે દેઓરીયાથી અમદાવાદ જવા ગોરખપુર એક્સપ્રેસ ટ્રેનમાં બેઠાં હતાં. આ મુસાફરી દરમિયાન 16મી માર્ચની મધરાત્રિના આણંદ રેલવે સ્ટેશન નજીક ટ્રેન પહોંચી તે સમયે સંગીતાબહેનના પતિનો ફોન આવ્યો હતો કે, એક કલાક પછી અમદાવાદ આવશે. આ વાતચીત પૂર્ણ થયા બાદ સંગીતાદેવીએ તેમનો મોબાઇલ સીટ પર જ મુક્યો હતો.

આ સમયે તેઓ તેમના છ માસના બાળકને સાચવતા હતાં, તે તકનો લાભ લઇ અજાણ્યો 25થી 26 વર્ષનો શખસ મોબાઇલ કિંમત રૂ.10 હજાર 500 તફડાવી જતો રહ્યો હતો. જોકે, મોબાઇલ ન જોતા સવિતાબહેને યુવકની શોધખોળ શરૂ કરી હતી. આ સમયે તે કોચના દરવાજા પાસે બેઠેલો જોવા મળ્યો હતો. આથી, સવિતાબહેને તેની પાસેથી પોતાનો મોબાઇલ માંગતા તે ઉશ્કેરાઇ ગયો હતો અને ધક્કો મારવા લાગ્યો હતો. આથી, સવિતાબહેને બુમાબુમ કરતા તેમના ભાભી તથા અન્ય મુસાફરો ધસી આવ્યાં હતાં. આથી, ગભરાયેલા શખ્સે બેગમાંથી દેશી તમંચો કાઢી બધાને ડરાવવા કોશીષ કરી હતી. જોકે, કેટલાક મુસાફરોની હિંમત અને સમય સુચકતાથી તેને પકડી લીધો હતો. આ સમયે તસ્કરનો અન્ય એક સાથીદાર પણ ટ્રેનમાં હોવાનું જાણવા મળતાં તેને પણ શોધી પકડી પાડવામાં આવ્યો હતો.

આ અંગે આણંદ રેલવે પોલીસને જાણ કરતાં તેઓએ ટ્રેન બે મિનીટ જ ઉભી રહેશે. તમે અમદાવાદ ફરિયાદ આપી દેજો. તેમ કહી નિકળી ગયાં હતાં. બાદમાં આ બન્ને તસ્કરને મુસાફરોને પકડી અમદાવાદ આરપીએફના હવાલે કર્યાં હતાં. જ્યાંથી તેમને ગુજરાત પોલીસને સોંપતા પોલીસે બન્નેની પુછપરછ કરતાં તે ઉત્તરપ્રદેશના સગીર વયના હોવાનું જાણવા મળ્યું હતું. આથી, પોલીસે તેમની પાસેથી તમંચો અને કપડા કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે…

Share

Related posts

વૈશ્વિક અનિશ્વિતતાઓ વચ્ચે પણ ભારત જેવા ઇમર્જીંગ માર્કેટમાં ફરી તેજીનો દોર જોવા મળશે: મોર્ગન સ્ટેનલી

Admin

લાયન્સ ક્લબ ઓફ દાહોદ સીટી અને એબિલિટી દ્વારા વૃક્ષારોપણ.

gujaratjanekta

થનગનાટ ગરબા નાઈટમાં ગરબે ઘુમ્યા ખેલૈયાઓ, ગુજરાતના સેલીબ્રિટીએ હાજર રહી લગાવ્યા ચારચાંદ

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial