Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

સતત ચોથા વર્ષે પણ મહાશિવરાત્રીના પાવન પર્વ નિમિત્તે નીલકંઠેશ્વર મહાદેવ ગોધરા રોડ દાહોદ ખાતે થી ૐ નમઃ શિવાયના નાદ સાથે શિવજીની સવારી કાઢવામાં આવી હતી.

સોલંકી કિશોરસિંહ,

દાહોદ નીલકંઠેશ્વર મહાદેવ ખાતેથી સતત ચોથા વર્ષે પણ શિવજીની સવારી નું ભવ્ય આયોજન નીલકંઠેશ્વર મહાદેવ સમિતિ દ્વારા કરવામાં આવ્યું જેમાં દાહોદ ના શિવ ભક્તો ખૂબ જ ઉત્સાહભેર શોભાયાત્રામાં જોડાઈ અને શોભાયાત્રા ની અભિવૃદ્ધિ કરી હતી આ યાત્રા પોલીસ અધિક્ષક રવીન્દ્રસિંહ જાડેજા તથા DYSP જગદીશ ભંડારીના માર્ગદર્શન હેઠળ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેની પૂરી તકેદારી સાથે પૂરતા પોલીસ બંદોબસ્ત સાથે આ શિવયાત્રા નીકળવામાં આવી હતી,
આ શોભાયાત્રામાં મુખ્ય ઝાંખી રૂપે આકર્ષણ શિવજી ની સવારી, અમરનાથજી ગુફા, દાનપત્ર કળશ, રામાનંદ પાર્ક અખાડા, ઇસ્કોન મંદિર દ્વારા ભજન મંડળી, બ્રહ્માકુમારી દ્વારા શિવપાર્વતી અને ગણપતિ સ્થાપના,શિવ તાંડવ, ડમરુ તાસા પાર્ટી જેવા વિવિધ આકર્ષણો આ શોભાયાત્રામાં જોવા લાયક હતા,આ શિવયાત્રા ગોધરા રોડ સ્થિત નીલકંઠેશ્વર મહાદેવ, થી પ્રારંભ કરી ચંદ્રશેખર આઝાદ ચોક, દેસાઈવાડ, બિરસા મુંડા ચોક, માણેકચોક, નગરપાલિકા, એમ.જી.રોડ થઈ પરત નીલકંઠેશ્વર મહાદેવ ગોધરા રોડ ખાતે સમાપન કરવામાં આવ્યું હતું ત્યાર બાદ ભક્તો માટે ભોજન પ્રસાદી નું આયોજન કરવામાં આવ્યું હતું

Share

Related posts

રોટરી ક્લબ ડાયમંડ દાહોદના સહયોગથી MG મોટર પ્રા.લી.હાલોલ દ્વારા માત્ર મહિલાઓ માટે ભરતી મેળો યોજાશે

gujaratjanekta

દાહોદ જિલ્લો રંગાયો દેશભક્તિના રંગમાં દાહોદની ગુરૂકુળ વિધાલયમાં હર ઘર તિરંગા અભિયાનની ઉજવણી કરાઈ

gujaratjanekta

ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022: 9 વાગ્યા સુધીમાં 4.92 ટકા મતદાન થયું; પીએમ મોદીએ ટ્વિટ કરીને લોકોને વોટ કરવા અપીલ કરી

Admin

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial