Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

દાહોદ જિલ્લા પ્રભારી સચિવશ્રી વિજય ખરાડીના અધ્યક્ષ સ્થાને જિલ્લા સેવા સદન, ખાતે દાહોદ જિલ્લાના મહત્વના મુદ્દાઓ અંગે સમીક્ષા બેઠક યોજવામાં આવી હતી.

સોલંકી કિશોરસિંહ,

દાહોદ જિલ્લા પ્રભારી સચિવશ્રી વિજય ખરાડીના અધ્યક્ષ સ્થાને જિલ્લા સેવા સદન, ખાતે દાહોદ જિલ્લાના મહત્વના મુદ્દાઓ અંગે સમીક્ષા બેઠક યોજવામાં આવી હતી. આ દરમ્યાન કલેકટરસુશ્રી સુરભી ગૌતમ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી સ્મિત લોઢા તેમજ પ્રાયોજના વહીવટદારશ્રી પ્રતિક જૈન ઉપસ્થિત રહ્યા હતા.

આ બેઠક દરમ્યાન નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી પથિક દવેએ વિવિધ વિભાગીય કામગીરી અંગે પીપીટી થકી વિસ્તાર પૂર્વક માહિતી રજુ કરી હતી. જેમાં દાહોદ જિલ્લાના ઈન્ડીકેટર્સના મુદ્દા પણ રજુ કરવામાં આવ્યા હતા. આ અંગે જિલ્લા વિકાસ અધિકારીશ્રી સ્મિત લોઢાએ વિભાગ વાઈઝ કામગીરી અંગે મહત્વની જાણકારી આપી હતી.

સર્વેમાં મળેલ પ્રાથમિક માહિતી તેમજ પાણી, રસ્તા, માઈગ્રેશન જેવા પ્રજાકીય પ્રશ્નો સહિત આરોગ્ય, શિક્ષણ, વાસ્મો, એમજીવીસીએલ, પુરવઠા, આઈસીડીએસ તેમજ બેંક જેવા અગત્યના વિભાગોની કામગીરી અંગે તેમજ આયોજન હેઠળ આવતાં કામોમાં મંજુર થયેલા, પ્રગતી હેઠળના સાથે પેન્ડીંગ કામો અંગે પણ સમીક્ષા કરવામાં આવી હતી.

આ નિમિતે જળ સંચય, સુજલામ-સુફલામ યોજના, રોડ-રસ્તા, પીવાના પાણી, સ્વચ્છતા, વીજળી જેવા કામો પર વિશેષ ભાર મુકવામાં આવ્યો હતો. જેમાં પ્રભારી સચિવશ્રી વિજય ખરાડીએ તમામ અધિકારીશ્રીઓને સ્થળ મુલાકાત કરીને સચોટ માહિતી મેળવીને લોકહિતના તમામ કામો સમયસર પૂર્ણ થાય અને સારી ગુણવતા સાથે પૂર્ણ થાય એ દિશામાં કામગીરી કરવા માર્ગદર્શન સહિત સુચના આપી હતી.

આ બેઠક અન્વયે ધારાસભ્યશ્રી ,મહેશભાઈ ભૂરિયા, ધારાસભ્યશ્રી મહેન્દ્રભાઇ ભાભોર, ધારાસભ્યશ્રી કનૈયાલાલ કિશોરી દાહોદ, નિવાસી અધિક કલેકટરશ્રી જે.એમ.રાવલ, નાયબ પોલીસ અધિક્ષકશ્રી ભંડારી, નાયબ વન સંરક્ષકશ્રી દેવગઢ બારિયા, નાયબ વન સંરક્ષકશ્રી દાહોદ, પ્રાંત અધિકારીશ્રીઓ, ચીફ ઓફિસરશ્રીઓ, તાલુકા વિકાસ અધિકારીશ્રીઓ તેમજ જિલ્લાના અમલીકરણ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહતા હતા.

Share

Related posts

ઝાલોદ એ.પી.એમ.સી સભાખંડમાં વન નેશન વન ઇલેક્શન હેઠળ ધારાસભ્ય મહેશ ભૂરીયાની અધ્યક્ષતા હેઠળ મીટિંગ યોજાઈ

gujaratjanekta

છોટાઉદેપુર જિલ્લામાં મેઘ તાંડવ, બોડેલીમાં ૧૭ ઇંચ વરસાદ, લોકો ઘરમાં પુરાય

gujaratjanekta

કરોડિયા પૂર્વ ગ્રામ પંચાયતના વર્તમાન સરપંચે કરેલા વિકાસના કામોની RTI અંતર્ગત માહિતી મંગાતા ફતેપુરા તાલુકામાં ખળભળાટ

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial