Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ફતેપુરા તાલુકાના કરોડિયા પૂર્વમાં કરવામાં આવેલ ગૌહત્યાના વિરોધમાં ફતેપુરા સહિત સુખસરમાં સ્વૈચ્છિક બંધના એલાનને સારો પ્રતિસાદ મળ્યો

ફતેપુરા શબ્બીરભાઈ સુનેલવાલા

ફતેપુરા તાલુકાના કરોડીયાપૂર્વ ખાતે ગાયની કતલ કરી ભાગી છૂટેલા કતલખાના ચલાવતા બે ઈસમોની ફતેપુરા પોલીસે ધરપકડ કરીફતેપુરા તાલુકાના કરોડિયા પૂર્વ ખાતે 21 મે 2025 ના રોજ નવી વસાહત ખાતે ગાયની કતલ કરી તેના માસનો વેપલો કરવામાં આવતો હોવા બાબતે બજરંગ દળના સભ્યોએ પોલીસને બાતમી આપતા કતલખાના ચલાવનાર ઈસમો પોલીસને ચકમો આપી છુટ્યા હતા.જ્યારે મળી આવેલ માસનો જથ્થો જપ્ત કરી તપાસ સાથે નમૂના મોકલી આપવામાં આવ્યા હતા. અને નમૂનાઓની તપાસ થતા ગૌમાસ નો જથ્થો હોવાનો રિપોર્ટ આવતા કતલખાના બંધ કરાવવા 28 મે 2025 ના રોજ વિશ્વ હિન્દુ પરિષદ,બજરંગ દળ તથા ગૌરક્ષક દળના સભ્યોએ ફતેપુરા તાલુકામાં સ્વેચ્છિક બંધનું એલાન આપ્યું હતું.જ્યારે આજ રોજ તાલુકામાં બંધના એલાનને નાના-મોટા વેપારીઓ,ધંધાદારી ઓએ બંધના એલાનને સુખસર તથા ફતેપુરામાં સારો પ્રતિસાદ મળ્યો હોવાનું જાણવા મળે છે.ફતેપુરા તાલુકાના કારોડિયાપૂર્વ ખાતે 21 મેના રોજ કતલખાનામાં ગૌહત્યા કરવામાં આવેલ હોવાની બાબત ગૌરક્ષક દળને થતા તેની ફતેપુરા પોલીસ સ્ટેશનમાં જાણ કરવામાં આવી હતી.ત્યારે કતલખાના સંચાલક પોલીસને ચકમો આપી ભાગી જવા પામેલ હતો.ત્યારે કતલખાનામાં ગૌહત્યા કરનાર આરોપીઓને ઝડપી, ફતેપુરા તાલુકામાં ચાલતા કતલખાનાઓ બંધ કરાવવા વિશ્વ હિન્દુ પરિષદ,ગૌરક્ષક દળ તથા બજરંગ દળના સભ્યો દ્વારા 28 મેના રોજ સ્વૈચ્છિક બંધનું એલાન આપવામાં આવ્યું હતું.જેમાં આજરોજ ફતેપુરા,બલૈયા,સુખસરમાં તમામ કોમ,ધર્મના નાના-મોટા વેપારીઓ તથા ધંધાદારીઓએ પોતાના ધંધા રોજગાર બંધ રાખી બંધના એલાનને સજ્જડ પ્રતિસાદ આપ્યો હતો.જેના લીધે બજારોમાં જૂજ પ્રમાણમાં અવર-જવર જોવા મળતી હતી. અહીંયા જણાવવું જરૂરી છે કે, કરોડીયાપૂર્વ નવી વસાહત ખાતે કતલખાનું ચલાવી ગૌ હત્યા કરનાર ફરાર આરોપી સલમાન અબ્દુલ હક મતાદાર રહે.કરોડીયાપૂર્વ નવી વસાહત,તા.ફતેપુરાને ગતરોજ 05:30 વાગ્યે તથા તથા ઇમરાન અબ્દુલ ગનીભાઈ ભાભોર રહે.ઘુઘસ રોડ, ફતેપુરાના ઓને આજરોજ બપોરના બે કલાકના અરસામાં ધરપકડ કરી લેવામાં આવી હોવાનું ફતેપુરા પોલીસ દ્વારા જાણવા મળે છ

Share

Related posts

દાહોદમાં ભાજપની સેન્સ: ફતેપુરા વિધાનસભામાં દાવેદારોનો મેળાવડો,એક ડઝન જેટલાં હોદેદારોએ ટિકિટ માંગણી કરતા ખળભળાટ

gujaratjanekta

જાણો દેશના વડાપ્રધાન ના કહેવાથી સેન્ટ્રલ સેકેટ્રરીએ મંત્રી કુંબેરભાઇ ડીંડોર સાથે માનગઢધામની મુલાકાત કેમ લીધી !!

gujaratjanekta

પીએચ.ડી ની ડીગ્રી મેળવતા ગોધરાના પ્રો. અજીતસિંહ ચૌહાણ

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial