Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ગુજરાત ચૂંટણી આયોગ દ્વારા આજે યોજાયેલી વીડિયો કોન્ફરન્સમાં આવનારી ચૂંટણીને લઈ જિલ્લાઓને વિસ્તૃત અને સ્પષ્ટ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

સોલંકી કિશોરસિંહ,

ગુજરાત ચૂંટણી આયોગ દ્વારા આજે યોજાયેલી વીડિયો કોન્ફરન્સમાં આવનારી ચૂંટણીને લઈ જિલ્લાઓને વિસ્તૃત અને સ્પષ્ટ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. બેઠકમાં ચૂંટણી પ્રક્રિયા સુવ્યવસ્થિત રીતે પાર પાડવા માટે જરૂરી તમામ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી.
ચૂંટણી આયોગે સ્પષ્ટ સૂચના આપી કે, જિલ્લાનાં તમામ મતદાન મથકોની વિગતો સત્તાવાર વેબસાઇટ પર અપલોડ કરવામાં આવે અને જનતા સુધી તેની યોગ્ય માહિતી પહોંચાડવામાં આવે. ચૂંટણી સ્ટાફની તાલીમ તાત્કાલિક પૂર્ણ કરવા તથા EVM મશીનો પૂરતી સંખ્યામાં તૈયાર રાખવા આપવામાં આવી.
EVM કમિશનિંગ પ્રક્રિયા સમયસર પૂર્ણ કરવા સાથે જરૂરી રિઝર્વ મશીનો રાખવા જણાવાયું. મતદાન મથકો માટે જરૂરી સામગ્રી, પોસ્ટલ બેલેટ તથા સેવા મતદારો માટેની વ્યવસ્થાઓ સમયસર પૂર્ણ કરવા પર ભાર મુકાયો. વધુ ઉમેદવારો ધરાવતા મતવિસ્તારોમાં વિશેષ આયોજન કરવા પણ સૂચના આપવામાં આવી.
કાઉન્ટિંગ સેન્ટર અને સ્ટ્રોંગ રૂમ તૈયાર કરવાની કામગીરી ઝડપથી પૂર્ણ કરી તેની મંજૂરી પ્રક્રિયા હાથ ધરવા અને તા. 20 સુધી આયોગને રિપોર્ટ મોકલવા નિર્દેશ આપવામાં આવ્યો.
પોલિંગ સ્ટેશનો પર મતદારોને કોઈ તકલીફ ન પડે તે માટે પાણી, બેસવાની વ્યવસ્થા અને હેલ્પડેસ્ક ઉપલબ્ધ રાખવા ખાસ ભાર મૂકાયો.ચૂંટણી અધિકારીને પોલિંગ સ્ટેશનોની મુલાકાત લઈને સુવિધાઓની સમીક્ષા કરવા સૂચના આપવામાં આવી. સાથે જ સ્થાનિક લેવલે મેડિકલ ટીમ ત્યાં હાજર રહે તેમ જણાવાયું હતું.
મતદાન જાગૃતિ અભિયાન અંતર્ગત વિવિધ રાજકીય પક્ષોના પ્રતિનિધિઓની યાદી તૈયાર કરવા તથા મતદારોને મતદાન માટે પ્રેરિત કરવા સૂચનાઓ આપવામાં આવી. ચૂંટણી બહિષ્કાર જેવી પરિસ્થિતિમાં લોકોને મતદાન માટે પ્રેરિત કરવા સૂચના આપવામાં આવી હતી.
બેઠકમાં દાહોદ જિલ્લા ચૂંટણી અધિકારી તેમજ જિલ્લા કલેક્ટરશ્રી યોગેશ નિરગુડે, નિવાસી અધિક કલેક્ટરશ્રી જે.એમ. રાવલ તથા જિલ્લાના તમામ ચૂંટણી અધિકારી, મદદનીશ ચૂંટણી અધિકારી હાજર રહ્યા હતા.

Share

Related posts

લોકસભા સામાન્ય ચૂંટણી૨૦૨૪કલેકટર કચેરી ખાતે જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી યોગેશ નિરગુડેની અધ્યક્ષતામાં સોશ્યલ મીડિયાકર્મીઓ સાથે બેઠક યોજાઈ

gujaratjanekta

લીમડી નગરમાં 24 કુંડી ગાયત્રી મહાયજ્ઞ પ્રારંભ માટે મહાકળશ યાત્રા સહિત વિવિધ યાત્રાઓ નીકળી

gujaratjanekta

પંચમહાલ જિલ્લાના ખેડૂતો સરકારશ્રીની વિવિધ યોજનાઓનો વધુમાં વધુ લાભ લે તે માટે અનુરોધ કરતા જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી એમ.જી.પટેલ

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial