Gujarat Jan Ekta
તાજા સમાચાર
Breaking News ગુજરાત ન્યૂઝ

વડોદરા: વોર્ડ-૫ના કોર્પોરેટર તેજલબેન વ્યાસ દ્વારા ધોરણ-૧૦ના વિદ્યાર્થીઓને તિલક કરી પરીક્ષા માટેની શુભકામનાઓ પાઠવવામાં આવી

આજથી રાજ્યભરમાં ધોરણ-૧૦ની બોર્ડની પરીક્ષાઓનો પ્રારંભ થયો છે, ત્યારે વિદ્યાર્થીઓ ઉત્સાહપૂર્વક અને તણાવમુક્ત વાતાવરણમાં પરીક્ષા આપી શકે તેવા હેતુથી વડોદરા શહેરના વોર્ડ-૫ના કોર્પોરેટર તેજલબેન વ્યાસ દ્વારા એક પ્રેરણાદાયી આયોજન સરદાર સ્કૂલ, નવજીવન સોસાયટી, આજવા રોડ ખાતે યોજવામાં આવ્યું હતું.

​પરીક્ષા આપવા જઈ રહેલા વિદ્યાર્થીઓને તેજલબેન વ્યાસ અને સાથી કાર્યકર્તાઓ દ્વારા કુમકુમ તિલક કરી અને ચોકલેટ આપી મોં મીઠું કરાવાયું હતું.

​ઉપરાંત માત્ર વિદ્યાર્થીઓ જ નહીં, પણ વાલીઓને પણ તેમના બાળકોના ઉજ્જવળ ભવિષ્ય અને કારકિર્દીના સંદર્ભમાં ઉપયોગી માહિતી પૂરી પાડતા પેમ્પલેટનું વિતરણ કરવામાં આવ્યું હતું.

​આ પ્રસંગે કોર્પોરેટર તેજલબેન વ્યાસે જણાવ્યું હતું કે, “બોર્ડની પરીક્ષા એ વિદ્યાર્થીઓના જીવનનો એક મહત્વનો પડાવ છે. બાળકો કોઈપણ પ્રકારના ડર વગર આત્મવિશ્વાસ સાથે પરીક્ષા આપે તે માટે અમે આ નાનકડો પ્રયાસ કર્યો છે.”

​આ કાર્યક્રમમાં વોર્ડના સાથી કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને તમામ પરીક્ષાર્થીઓને તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી.

​

 

Share

Related posts

દાહોદ જીલ્લામાં વેટલેન્ડ પક્ષીઓની વસ્તી ગણતરી હાથ ધરાઈ : ૩૦૦૦ કરતા વધુ પક્ષીઓનું આગમન – જુઓ VIDEO

gujaratjanekta

૨૦૨૪ના વર્ષના પ્રથમ દિવસે ગુજરાતે સર્જ્યો સામૂહિક સૂર્ય નમસ્કારનો વિશ્વ વિક્રમ

gujaratjanekta

રાજ્યકક્ષાના મંત્રી શ્રી રમેશભાઈ કટારાના અધ્યક્ષ સ્થાને સંજેલી ખાતે એકતા પદયાત્રા યોજાઇ

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial