Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

સુખસર પોલીસ સ્ટેશનની જનરક્ષક 112 ની ટીમે કરી પ્રશંસનીય કામગીરી

ફતેપુરા  શબ્બીરભાઈ સુનેલવાલા

સુખસર પોલીસ સ્ટેશનની જનરક્ષક 112 ની ટીમે કરી પ્રશંસનીય કામગીરીઅકસ્માત સમયે સમયસર જનરક્ષક 112 ની મળતી સેવાઓ લોકોના જીવન બચાવવામાં બની મહત્વપૂર્ણ*સંતરામપુર તાલુકાના ઉખરેલી ગામમાંથી અજાણી છોકરીનું રેસ્ક્યુ કરી સંતરામપુર પોલીસ સ્ટેશનના હવાલે કરતી સુખસર 112ની ટીમફતેપુરા: સુખસર પોલીસ સ્ટેશનની જનરક્ષક 112 ઇમરજન્સી PCR વાનને કોલ મળ્યો હતો કે, મહિસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાના ઉખરેલી ગામમાં આશરે ૧૭ વર્ષની અસ્થિર મગજ વાળી અજાણી છોકરી હોવાનું જણાવ્યું હતું. જાણ મળતા જ તાત્કાલિક સુખસર પોસ્ટેની PCR 112 ની ટીમ ઘટના સ્થળે પહોંચીને અજાણી છોકરીને પૂછપરછ કરતા તેમને કોઈ પણ જાતનો જવાબ આપવામાં છોકરી અસમર્થ રહી હતી.112 ની ટીમને છોકરીનું રહેઠાણ કે પરિવારજનોની માહિતી ના મળતા છોકરીનું ઉખરેલી ગામમાંથી રેસ્ક્યુ કરીને સંતરામપુર પોલીસ સ્ટેશનમાં સોંપેલ છે. જે કોઇ આ છોકરીને ઓળખતું હોય તો સંતરામપુર પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવા સંતરામપુર પોલીસ સ્ટેશન તરફથી જણાવાયું છે.આ સમગ્ર કામગીરીમાં સુખસર પોલીસ સ્ટેશન 112 ની ટીમ દ્વારા સરાહનીય ફરજ બજાવવામાં આવી હતી. સ્થાનિક લોકોએ પણ 112 ઇમરજન્સી સેવાની ઝડપી અને સંવેદનશીલ કામગીરીની પ્રશંસા કરી હતી.

Share

Related posts

બાય બાય…ગુડ બાય…2022 : ગુજરાત રાજ્યની ઘટનાઓ

gujaratjanekta

ઝાલોદ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ દ્વારા સાપ્તાહિક એન.એસ.એસ. કેમ્પનું આયોજન મઘાનીસર ખાતે કરવામાં આવ્યું

gujaratjanekta

સરકારી પોલીટેકનિક દાહોદ ખાતે રક્તદાન શિબિર યોજાઈ

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial