Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

રાજ્યકક્ષાના મંત્રી શ્રી રમેશભાઈ કટારાના અધ્યક્ષ સ્થાને સંજેલી ખાતે એકતા પદયાત્રા યોજાઇ

ફતેપુરા શબ્બીરભાઈ સુનેલવાલા

એકતા પદયાત્રા માત્ર એક કાર્યક્રમ નહીં, પરંતુ દેશના વિવિધ લોકોની સંકલ્પશક્તિ, ભાઈચારો અને સૌહાર્દનું પ્રતિક છે.-મંત્રીશ્રી રમેશભાઈ કટારાફતેપુરા . સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦ મી જન્મ જયંતી નિમિત્તે રાજ્ય સહિત દેશભરમાં એકતા પદયાત્રા યોજવામાં આવી રહી છે. જે અંતર્ગત દાહોદ જિલ્લાના સંજેલી ખાતે રાજ્યકક્ષાના મંત્રી શ્રી રમેશભાઈ કટારા ના અધ્યક્ષ સ્થાને એકતા પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ એકતા પદયાત્રામાં હાલ દેશમાં ચાલી રહેલા અભિયાનો જેવા કે સ્વચ્છતા અભિયાન, એક પેડ મા કે નામ અભિયાન અંતર્ગત વૃક્ષારોપણ, હર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશી અભિયાન જેવા અભિયાનોને વધુ પ્રાધાન્ય આપી સર્વ નાગરિકોને અભિયાનમાં સહભાગી થવા માટે આહવાન કર્યું હતું. આ પ્રસંગે મંત્રી શ્રી રમેશભાઈ કટારાએ જણાવ્યું હતું કે, એકતા પદયાત્રા માત્ર એક કાર્યક્રમ નહીં, પરંતુ દેશના વિવિધ લોકોની સંકલ્પશક્તિ, ભાઈચારો અને સૌહાર્દનું પ્રતિક છે. આજે આપણે સૌએ આ પ્રતિજ્ઞા લઈએ કે ભારતની એકતા, અખંડતા અને વિકાસ માટે મળીને કાર્ય કરીએ. સરદાર પટેલનું જીવન આપણને શીખવે છે કે, મજબૂત ઇચ્છાશક્તિ અને નિષ્ઠાથી દરેક અવરોધને પાર કરી શકાય છે.ભારત દેશની સ્વતંત્રતા પછી ભારતને એક મજબૂત રાષ્ટ્ર તરીકે એક કરવામાં સરદાર પટેલે મુખ્ય ભૂમિકા ભજવી હતી. તેમણે ૫૫૮ જેટલા દેશી રજવાડાઓને એક સાથે ભારતીય પ્રજાસત્તાકમાં દેશમાં એકીકૃત કરવાનું મુશ્કેલ કાર્ય સફળતાપૂર્વક પૂર્ણ કર્યું હતું. તેમના વિઝન અને દૃઢ નિશ્ચયને કારણે તેમને “ભારતીય એકતાના શિલ્પી” ઉપનામ મળ્યું છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં સરદાર પટેલના “એક ભારત, શ્રેષ્ઠ ભારત” ના સ્વપ્નને સાકાર કરવા આપણે સૌ મદદરૂપ બનીએ. આ પ્રસંગે સાંસદશ્રી જશવંતસિંહ ભાભોરે કહ્યું હતું કે, સરદાર સાહેબના જે સ્વપ્ન હતા તેમના સ્વપ્નને પૂર્ણ કરવાનું કામ દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ કર્યું છે. મહિલાઓને વધુ પ્રાધાન્ય આપી આગળ લાવવા સરકાર સત્તત પ્રયત્નશીલ રહી છે, ગાય આધારિત પ્રાકૃતિક ખેતી, આંગણવાડીથી લઈને મેડિકલ કોલેજ સુધીની શિક્ષણ વ્યવસ્થા, ગામડાંઓનો વિકાસ થાય ગામડાઓ સમૃદ્ધ બને તે માટે ગામડાઓમાં વિવિધ ક્ષેત્રે વિકાસના કામો કરવામાં આવી રહ્યાં છે. આ કાર્યક્રમમાં પ્રાંત અધિકારીશ્રી એ કે ભાટિયા, મામલતદારશ્રી સંજેલી, જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખશ્રી શંકરભાઈ આમલીયાર, ફતેપુરા એપીએમસીના ચેરમેનશ્રી પ્રફુલભાઈ ડામોર, સંજેલી એપીએમસીના ચેરમેનશ્રી જસુભાઈ બામણીયા, તાલુકા વિકાસ અધિકારીશ્રી સંજેલી અને ફતેપુરા, પદાધિકારીઓ, આગેવાનો , વન વિભાગ RFO સહિત કર્મચારીઓ, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના સભ્યશ્રીઓ, તાલુકા પંચાયત પ્રમુખશ્રી ઉપપ્રમુખશ્રી, પોલીસ વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ, વહીવટી તંત્રના અધિકારીઓ કર્મચારીઓ, વિદ્યાર્થીઓ, મોટી સંખ્યામાં વડીલો આગેવાનો અને નગરજનો જોડાયા હતા.

Share

Related posts

ઝાલોદ તાલુકાના ખરવાણી ગામે ધારાસભ્ય મહેશ ભૂરિયાને હસ્તે નવીન રસ્તા અને સ્કૂલના નવીન ઓરડાનું ભૂમિપૂજન કરાયું

gujaratjanekta

આપ ના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલીયાએ કતારગામ વિધાનસભાના તમામ નાગરીકો દ્વારા લોકશાહી પર્વમાં મતદાન કરવા બદલ આભાર માન્યો

Admin

રાજ્ય કક્ષાની મહિ‌લા કિસાન મંચ ગુજરાતની ત્રિમાસિક બેઠકનું સમાપન થયું

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial