Gujarat Jan Ekta
તાજા સમાચાર
Breaking News ટોપ ન્યૂઝ

ગોધરામાં ખાણ ખનીજ વિભાગની કાર્યવાહી : ગેરકાયદે રેતી – બ્લેક વહન કરતા ૭ ટ્રક ઝડપાઈ : 3.05 કરોડનો મુદ્દામાલ જપ્ત કરી 12 લોકીની અટકાયત – જાણો વધુમાં

પંચમહાલ જિલ્લામાં ખાણ ખનીજ વિભાગે પાંચ તાલુકાઓમાં દરોડા પાડી ગેરકાયદેસર રેતી ભરેલી સાત ટ્રકો ઝડપી પાડી છે. આ કાર્યવાહીમાં કુલ 3.05 કરોડનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે અને 12 લોકોની અટકાયત કરાઈ છે.

જિલ્લામાં ખનીજ ચોરી રોકવા માટે ખાણ ખનીજ વિભાગની ટીમોએ જાંબુઘોડા, ઘોઘંબા, મોરવા હડફ, કાલોલ અને શહેરા તાલુકામાં રૂટ ચેકિંગ પર હતી. આ દરમિયાન મળેલી ચોક્કસ બાતમીના આધારે અલગ-અલગ સ્થળોએ દરોડા પાડવામાં આવતા જાંબુઘોડા પંથક, ઘોઘંબાના ગોદલી, મોરવા હડફ, કાલોલના દેલોલ અને શહેરાના ધામણોદ ગામ ખાતેતપાસ હાથ ધરવામાં આવી હતી.

તપાસ દરમિયાન, રોયલ્ટી પાસ વિના તેમજ નિયમોનો ભંગ કરીને ગેરકાયદેસર રીતે રેતીનું વહન કરતી ૭ ટ્રકો ઝડપાઈ હતી. ખાણ ખનીજ વિભાગે સ્થળ પરથી આ સાત ટ્રકો સાથે ડ્રાઈવર અને ક્લીનર સહિત કુલ 12 ઈસમોની અટકાયત કરી હતી.

તંત્ર દ્વારા જપ્ત કરાયેલા તમામ વાહનોને ગોધરા કલેક્ટર કચેરી ખાતે સીઝ કરીને સુરક્ષિત રાખવામાં આવ્યા છે.

ઝડપાયેલા વાહન ચાલકો સામે કાયદેસરની દંડનીય કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. એકસાથે પાંચ તાલુકામાં થયેલા આ દરોડાને કારણે જિલ્લાના ખનીજ માફિયાઓમાં ફફડાટ વ્યાપી ગયો છે.

Share

Related posts

ગોધરા- સાવન કૃપાલ રૂહાની મિશન સેન્ટરના 26 વર્ષ પુર્ણ થતા હજુરબાબા સાવનસિંહજી મહારાજ પ્રકાશ પર્વ નિમિત્તે આધ્યાત્મિક સત્સંગ અને સર્વ રોગ નિદાન કેમ્પ યોજાયો

gujaratjanekta

ઝાલોદ પ્રાંત અધિકારીને ભીલ પ્રદેશ મુક્તિ મોરચા દ્વારા આવેદનપત્ર આપી ભીલ પ્રદેશની માંગ કરવામાં આવી

gujaratjanekta

પર્યાવરણ સંરક્ષક તરીકે ઉત્કૃષ્ટ કામગીરી કરનાર દાહોદના શિક્ષિકા બહેન શ્રીમતી નીલમબેન જાદવને પણ દાહોદ જિલ્લાનાં કો -ઓર્ડિનેટર તરીકે એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા.

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial