Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

રાજ્યકક્ષા નો વિદ્યાર્થી વિજ્ઞાન મંથન કેમ્પ યોજાયો

વિજ્ઞાન ભારતી નો ગુજરાતી યુનિટ એટલે વિજ્ઞાન ગુજરી દ્વારા દર વર્ષે ડિજિટલ બેઝ એન્ડ લાર્જેસ્ટ સાયન્સ ટેલેન્ટ સર એક્ઝામ ઇમરજિઞ ઇન્ડિયા દ્વારા વિદ્યાર્થીઓ વિજ્ઞાનમાં વધુ રસ લેતા થાય તે શુભ અશયથી ઓનલાઇન એક્ઝામ લેવાતી હોય છે જેમાં આ વર્ષે ગુજરાત લગભગ 10000 બાળકોએ ઓનલાઇન એક્ઝામ આપી હતી જેમાં પ્રથમ અને દ્વિતીય લેવલ પાસ કરી ધોરણ 6 થી 11 ના 153 વિદ્યાર્થીઓ મેરીટ ને આધારે રાજ્યકક્ષાએ પસંદ થયા હતા તેમનો રાજ્યકક્ષાનો કેમ્પ તારીખ 25-1-2026 ના રોજ સ્વસ્તિક સ્કૂલ રાજકોટ ખાતે યોજવામાં આવ્યો હતો જેમાં ઉદ્ઘાટન પ્રસંગ મુખ્ય મહેમાન તરીકે ડો દર્શિતા શાહ ધારાસભ્ય રાજકોટ પશ્ચિમ અને શ્રી મુકેશભાઈ મલકાન સંઘ સંચાલકશ્રી સૌરાષ્ટ્ર પ્રાંત. આ ઉપરાંત વીવીએમ એકેડમી કમિટી મેમ્બર શ્રી શ્યામ બરાડકર, રાજકોટ વિજ્ઞાન ગુર્જરી હોદ્દેદાર ડૉ નિકેશભાઈ શાહ અને પ્રદીપ જોષી સ્વસ્તિક સ્કૂલના સંચાલક શ્રી અલ્પેશભાઈ જોશી, નિકેશભાઇ અસનાની ઉપસ્થિત રહ્યા હતા રાજ્યકક્ષાના કેમ્પનુ આયોજન તેમજ સંચાલન વિદ્યાર્થી વિજ્ઞાન મંથન ગુજરાત રાજ્ય કોર્ડીનેટર શ્રી કમલેશ લીમ્બાચીયા દ્વારા કરવામાં આવ્યું જેમાં ડો અતુલ વ્યાસ અને મનસુખ નારિયા સ્ટેટ કોર્ડીનેટર સહયોગ આપ્યો હતો જેમાં ધોરણ 6 થી 11 ના 110 વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા જેમાં વિદ્યાર્થીઓને પ્રેક્ટીકલી અને થિયોરિટીકલી ચકાસણી કરતી પરીક્ષા લેવામાં આવે છે જેમાં પ્રથમ નંબર ને 5000 રૂ દ્વિતીય નંબર 3000 રૂ અને તૃતીય નંબર 2,000 રૂ ઇનામ આપવામાં આવે છે જેમાં ધોરણ છ થી 11 ના 18 વિદ્યાર્થીઓ વિજેતા થયા હતા જેમાંથી પ્રથમ અને દ્વિતીય એમ 12 વિદ્યાર્થીઓ નેશનલ કક્ષાએ ભાગ લેવા જશે રાજ્યકક્ષાએ ભાગ લેવા માટે તમામ વિદ્યાર્થીઓને મોમેન્ટ અને સર્ટિફિકેટ સન્માનિત કર્યા હતા વિજ્ઞાન ગુજરીના પ્રમુખ શ્રી ચૈતન્ય જોશી અને મંત્રી શ્રી જીગ્નેશભાઈ બોરીસાગર વીવીએમ ના કેમ્પના સફળ આયોજન માટે સ્ટેટ કોર્ડીનેટરને અભિનંદન પાઠવ્યા હતા વિજેતા વિદ્યાર્થીઓ અને વાલીને ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા અને નેશનલ માં ખૂબ સારું પ્રદર્શન કરે ગુજરાતનું નામ રોશન કરે એવી શુભેચ્છા વ્યક્ત કરી હતી

Share

Related posts

ગોધરા RTO કચેરીના અધિકારી એમ.આર.ગજ્જર સહિત ૪ ઇન્સ્પેકટરોની બદલી !!

gujaratjanekta

૧૯મીએ મોદી રાજકોટમાં: વડાપ્રધાનને આવકારવા રાજકોટ તૈયાર, અધિકારીઓની બેઠક યોજાઇ

gujaratjanekta

દાહોદ જિલ્લામાં આવેલા ઝાલોદ તાલુકામાં ઘેસવા ગામે એસ એફ ફાય દ્વારા ઘેસવા પ્રાથમિક શાળામાં બાળકો ના ઉચ્ચ ભવિષ્ય ઉજ્જ્વળ બનાવવા

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial