Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ગ્રાન્ટેડ શાળાના વર્ગના 4 ના કર્મચારીઓની વર્ગ 3 માં બઢતી

ફતેપુરા શબ્બીરભાઈ સુનેલવાલા

દાહોદ જિલ્લા શિક્ષણાધિકારી ની કચેરી દ્વારા 1/1/2025 ના રોજ સરકારના નિયમ અનુસાર વર્ગ-૪ ના સેવક ભાઈઓને વર્ગ ૩ માં બઢતી માનનીય જિલ્લા શિક્ષણાધિકારી શ્રી એસ.એલ. દામા સાહેબ અને પાંચે સંઘોની હાજરીમાં તેમને ઓર્ડરો નવા વર્ષની શુભેચ્છા રૂપ આપવામાં આવ્યા. સાથે સાથે માનનીય જિલ્લા શિક્ષણાધિકારી સાહેબ શ્રી દ્વારા બઢતી મળેલ તમામ કર્મચારીશ્રીઓને સેવક માંથી જુનિયર ક્લાર્ક માં પ્રગતિ કરી રહ્યા છો ત્યારે કોમ્પ્યુટર નું નોલેજ ખૂબ જરૂરી છે તે બાબત ખાસ ધ્યાન રાખે અને પોતાની ફરજ ઉપર સંપૂર્ણ ધ્યાન આપી શાળા વિકાસ કાર્ય મા પ્રેરિત રહેવા સલાહ સૂચનો આપ્યા. આ પ્રસંગ દરમિયાન દાહોદ જિલ્લા આચાર્ય સંઘના મહામંત્રી અલ્કેશ આર પ્રજાપતિ દ્વારા બઢતી મળતા તમામ સેવક ભાઈઓને આચાર્ય સંઘ તરફથી શુભેચ્છા પાઠવી અને શાળાની રીડ ની હડ્ડી એ જો કોઈ હોય તો એ ક્લાર્ક હોય છે માટે પોતાની સેવા નિસ્વાર્થ ભાવથી શાળાના વિકાસ ને ધ્યાનમાં રાખી ફરજ બજાવવા સૂચન કર્યા . તમામ સંઘના મિત્રોએ શુભેચ્છા પાઠવી અને બઢતી ઓર્ડર આપવામાં આવ્યા.

Share

Related posts

ઝાલોદ તાલુકાના કંબોઇ ઘામ ખાતે ઈન્ટરનેશનલ યરઓફ ઓફ ઓફ મિલેટ કીટ વિતરણ કાર્યક્રમ ધારાસભ્ય મહેશ ભુરીયાની ઉપસ્થિતીમાં કરવામાં આવ્યો

gujaratjanekta

વડોદરા – MS યુનિવર્સિટીના કેલેન્ડરમાં મહારાજા સયાજીરાવ સાથે વીસીના ફોટોથી વિવાદ, જાણો શું છે મામલો

Admin

ઝાલોદ સંજીવની હોસ્પિટલમાં ( Guillian-barre syndrome) નામક રોગના દર્દીની સફળ રીતે સારવાર કરવામાં આવી

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial