Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ઝાલોદ તાલુકાના કલજીની સરસવાણીમા ગ્રામજનોના આક્ષેપ : નાણાપંચ હેઠળ ગામમાં વ્યાપક ગેરરીતિ થઈઆપ પાર્ટી પ્રમુખ અનિલ ગરાસીયા સહિત ગ્રામજનો દ્વારા તપાસ કરવા માંગ કરાઈ

પંકજ પંડિત

ઝાલોદ તાલુકાના કલજીની સરસવાણીના ગ્રામજનો દ્વારા આપ પાર્ટી અનિલ ગરાસીયાનો સંપર્ક કરી ગામમાં રોડ રસ્તા, સ્મશાન, જાહેર શૌચાલય જેવી કામગીરી કાગળ પર થયેલ છે પણ સ્થળ પર કામ ન થયા હોવાની મૌખિક રજુઆત કરેલ હતી. તેઓની મૌખિક રજૂઆતો બાદ આપ પાર્ટી અનિલ ગરાસિયા દ્વારા રૂબરૂ કલજીની સરસવણીના ગ્રામજનોની મુલાકાત લીધી હતી અને ત્યાં મોટા પ્રમાણમાં ગ્રામજનો પોતાના વિસ્તારોમાં કામગીરી નથી થઈ અને ભ્રષ્ટાચાર થયેલ હોવાનો આક્ષેપો લગાવી રહેલ હતા.
ગ્રામજનોની મુલાકાત દરમ્યાન નવી વસાહતમાં જાહેર શૌચાલય ન હોવાની બુમ, અલગ અલગ વિસ્તારોમાં રોડ રસ્તા નથી બન્યા તેના નાણાંની ઉચાપત, સ્મશાનનો શેડ અને તેને ફરતો કોટ જેવી અનેક સમસ્યાઓ વિશે ગ્રામજનો દ્વારા મૌખિક આક્ષેપો કરવામાં આવ્યા હતા. તેમજ ગ્રામજનોનુ કહેવુ છે ઉપરોક્ત રજૂ કરેલ કામો જે અમુક વિસ્તારોમાં કરવામાં આવેલ નથી અને આ કામો નાણાંપંચની કામગીરીમા બતાવવામાં કરેલા છે તેવું બતાવવામાં આવેલ છે. ઉપરોક્ત દરેક કામોમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થયેલ હોવાનો ગ્રામજનો ગંભીર આક્ષેપ લગાવી રહેલ છે તેમજ આ ભ્રષ્ટાચાર હેઠળ દર્શાવેલ કામોના નાણાં બારોબાર સગેવગે થયેલ હોવાના આક્ષેપો ગ્રામજનો દ્વારા કરવામાં આવેલ છે આ કામોની નિષ્પક્ષ તપાસ થાય તે માટે ગ્રામજનો દ્વારા જવાબદાર અધિકારીઓને અપીલ કરી રહેલ છે.

Share

Related posts

આ તારીખોમાં જન્મેલા લોકોને ઓગસ્ટ મહિનામાં સારા સમાચાર મળશે, નોકરી-વ્યવસાયમાં પ્રગતિની તકો-જાણો વધુ

gujaratjanekta

ખાનપુરના દેગામડા ગામે મહીસાગર નદીના પવિત્ર કિનારે અંદાજિત ₹૧.૫ કરોડના માતબર ખર્ચે નવનિર્મિત આધુનિક “શ્રી વિષ્ણુલોક ધામ (મુક્તિધામ)”નું ૧૩ જૂને ભવ્ય લોકાર્પણ

gujaratjanekta

સુરતના વરાછા વિસ્તારમાંથી 16 વર્ષીય બાળકીનું કરવામાં આવ્યું હતું અપહરણ

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial