Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ઝાલોદ કૉલેજમાં વિશ્વ આદિવાસી દિવસની ભવ્ય પારંપરિક અને સાંસ્કૃતિક ઉજવણી

પંકજ પંડિત

ઝાલોદ કૉલેજમાં શ્રી કે.આર. દેસાઈ આર્ટસ એન્ડ કોમર્સ કૉલેજ, ઝાલોદ માં આચાર્યશ્રી ડૉ. એ. આર. મોદીના વિશેષ માર્ગદર્શન હેઠળ તા. ૦૯ ઓગસ્ટ ના રોજ આવનાર વિશ્વ આદિવાસી દિવસની આજરોજ ભવ્ય પારંપરિક રીતે સાંસ્કૃતિક ઉજવણી વિવિધ સંરચનાત્મક સ્પર્ધાઓ અને કાર્યક્રમો સાથે કરવામાં આવી હતી.
આચાર્યશ્રીએ વિદ્યાર્થીઓને પોતાની સંસ્કૃતિ અને સભ્યતાના સંવર્ધન તથા વિકાસ અર્થે કટિબદ્ધ રહી પોતાનો સાંસ્કૃતિક વારસો જાળવી રાખવા માટે પ્રેરિત અને પ્રોત્સાહિત કર્યા હતા.
આ દિને વિવિધ પ્રકારની સ્પર્ધાઓ પૈકી નિબંધ સ્પર્ધા, પારંપરિક વેશભૂષા સ્પર્ધા, ચિત્ર સ્પર્ધા, વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન , તથા આદિવાસી સંસ્કૃતિનું પ્રતિનિધિત્વ કરતા પારંપરિક વાદ્યો ની સુર લહેરીઓ પર વિધાર્થીઓ તેમજ સ્ટાફ સભ્યોએ સામૂહિક સાંસ્કૃતિક નૃત્યમાં સહભાગી થઈ એક અનોખો અનુકરણીય દાખલો બેસાડ્યો હતો. આચાર્યશ્રીએ વિદ્યાર્થીઓને ડી. જે. સંસ્કૃતિથી દૂર રહી પોતાની મૂળ પરંપરાનો જતન કરવા આહવાન કર્યું હતું.
આ સમગ્ર કાર્યક્રમના આયોજક, સંચાલક તથા નિર્ણાયક તરીકે ડૉ. આર. ડી. કપૂરી, પ્રા. એસ. જે. ચૌધરી, ડૉ. એ. એન. પાદરીયા, પ્રા. નીતિરાજ ભુરીયા, પ્રા. ભૂમિકાબેન ડામોર તથા ભારતીબેન મોદીએ વિશેષ ભૂમિકા અદા કરી હતી. સમગ્ર કાર્યક્રમમાં વિશાળ સંખ્યામાં વિદ્યાર્થીઓએ ઉમળકાભેર ભાગ લીધો હતો.

Share

Related posts

લીમડી શહેર માં મોડી રાત્રે ભારે વરસાદ અને પવનને કારણે લાઈટ નો વીજ થાંભલો અને ઝાડ ધરાશાય

gujaratjanekta

ગોધરા શહેર પોલન બજાર કેસરી ચોક ખાતે સુરક્ષા સેતુ સોસાયટી(પોલીસ) તથા ગોધરા શહેર મુસ્લિમ સમાજ દ્વારા “SAY NO TO DRUGS”નો કાર્યક્રમ યોજવામાં આવેલ હતો.

gujaratjanekta

ફતેપુરા અને ઝાલોદ તાલુકામાં કુલ 40 જેટલી ટીમો દ્વારા 1071 વીજ કનેક્શન નું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું.

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial