Gujarat Jan Ekta
તાજા સમાચાર
Breaking News ટોપ ન્યૂઝ

દર મહિને ૧૫% નફાની લાલચ : કાલોલ પંથકમાં નડિયાદની એક કેપિટલ ફાઇનાન્સ કંપની અને એજન્ટ બનેલા ખાનગી શાળાના શિક્ષકે રોકાણકારો પાસેથી કરોડો રૂપિયા ઉઘરાવ્યા બાદ હાથ અધ્ધર કરી દીધા હોવાની સ્ફોટક ચર્ચાઓ..!! – જાણો વધુમાં

પ્રાપ્ત માહિતી પ્રમાણે કાલોલ પંથક મા એક શિક્ષક ના ભરોસે ૧૫ % ના તગડા નફાની લાલચો મા ખાનગી કેપિટલ ફાઈનાન્સ કંપનીમા રોકાણ કરનારાઓ લાખ્ખો રૂપિયાઓના દેવાઓમા ડૂબી ગયા છે અને રોકાણકારો પાસે થી કરોડો રૂપિયા ના ઉઘરાણા કરનાર કાલોલ પંથક ના આ શિક્ષક અને નડિયાદ સ્થિત કેપિટલ ફાઈનાન્સ કંપની ના ભેજાબાજ સંચાલકે નફો આપવાનુ તો બાજુ એ રહયુ પરંતુ રોકાણકારો ના નાણા પરત આપવાના બદલે હાથ અધ્ધર કરી દઈ ને થાય તે કરી લેજો ની ધાક ધમકીઓ આપવામાં આવી રહી છે. એમા કાલોલ પંથક મા ઠગ ફાઈનાન્સ વાળી આચરવામાં આવી હોવાની ચર્ચાઓ એ જોર ૫કડયું છે.

કાલોલ પંથકમા રોકાણકારો ને કરોડો રૂપિયા ના દેવામાં ડૂબાડી દેવાના આ સ્ફોટક ઉઘરાણાઓના ખેલો સામે અલવા ગામના એક અરજદાર દવારા એક ખાનગી શાળાના શિક્ષક દિનેશભાઈ ચૌહાણ અને નડિયાદના કેપિટલ ફાઇનાન્સના સંચાલક પૃથ્વી સામે કાલોલ પોલીસ મથકમા ઓગષ્ટ ૨૦૨૪ ના ફરિયાદ સ્વરૂપ ની લેખિત અરજી આપી હતી. પરંતુ આ દિશા મા પોલીસ તંત્ર એ તપાસો કરી હોય એવા કૌભાંડકારીઓમા બિલકુલ ભય દેખાતો નથી અને ઉલ્ટા નુ રોકાણકારો ને થાય એ કરી લો ની ખુલ્લી ધમકીઓ આપવામાં આવી રહી હોવાનો ભય રોકાણકારો મા દેખાઈ રહયો છે!!

કાલોલ પંથકમા સર્જાયેલા આ કરોડો રૂપિયા ના કૌભાંડ મા કહેવાય છે કે એક ખાનગી શાળા મા ફરજ બજાવતા શિક્ષક એવા શિક્ષક ના બદલે એજન્ટ બની ને નડિયાદ મા આવેલ અને શેર માર્કેટ સાથે જોડાયેલ પૃથ્વી ની ખાનગી ફાઈનાન્સ કંપનીમાં નાણા રોકશો તો દર મહિને ૧૫ ટકા ઉંચા નફાની લાલચો આપી ને રોકાણકારો પાસે લાખ્ખો રૂપિયા ના રોકાણો કરાવી રૂબરૂ મા નોટરીના લખાણો પણ આપતા, જેથી રોકાણકારોમા વિશ્વાસ એટલો વધી ગયો કે રોકાણકારો એ પોતાની મિલ્કતો, ઘરેણા, ખેતરો,બેંકોમાં ગીરવે મૂકી ને નાણા લઈ ને રોકાણો કર્યા હતા. આ રોકાણકારો ના કરોડો રૂપિયા ડૂબી ગયા છે. અને નાણા ની ઉઘરાણીઓ કરનારાઓ ને ભેજાબાજ શિક્ષક દિનેશ અને નડિયાદ નો પૃથ્વી હવે થાય એ કરી લો ની ધમકીઓ આપે છે ત્યારે જોવાનું એ રહ્યું કે હજુ આવા કેટલા લોકો પાસેથી નાણાં લીધા હશે!!?

 

 

 

Share

Related posts

શેઠ પી.ટી.આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ ગોધરાની ઇતિહાસ વિભાગની વિદ્યાર્થીની શિવાની ચૌધરીએ ગોલ્ડ મેડલ મેળવ્યો – જાણો વધુ

gujaratjanekta

ચોમાસા દરમિયાન ગુજરાત તેમજ દેશ વિદેશથી મોટી સંખ્યામાં પ્રવાસીઓ આ અભયારણ્ય ની મુલાકાત લેતા હોય છે

gujaratjanekta

ફતેપુરા તાલુકામાં આદિવાસી દ્વારા આપેલા બંધના પગલે વેપારીઓ દ્વારા ધંધા રોજગાર બંધ રાખી સમર્થન આપ્યું

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial