ભારતમાં UPI નો ઉપયોગ ખુબ જ ઝડપથી વધી રહ્યો છે. પછી ભલે સસ્તામાં સસ્તી વસ્તુ લીધી હોય કે મોંઘામાં મોઘી, મોટાભાગે લોકો UPI નો જ ઉપયોગ કરે છે. તાજેતરમાં આવેલા સમાચાર આવ્યા હતા કે, UPI ના માધ્યમે 2000 થી વધુ ટ્રાન્ઝેક્શન પર ટેક્સ લગાવવામાં આવશે. એવામાં હવે સરકારે સ્પષ્ટતા કરતા આ તમામ દવાઓને નકારી દીધા છે.
રાજ્યસભા સંસદ અનીલ કુમાર યાદવે સંસદમાં પૂછ્યું હતું કે શું સરકાર 2000 રૂપિયાથી વધુ UPI ટ્રાન્ઝેક્શન પર GST લાગવા પર વિચારી રહી છે. તેમને એ પણ પૂછ્યું કે શું જનતા આ નિર્ણયનો વિરોધ કરતા વિરોધ કરતી કોઈ રજૂઆત રજૂ કરી છે.
નાણા મંત્રાલયે પુષ્ટિ કરી છે કે 2000 રૂપિયાથી વધુ UPI ટ્રાન્ઝેક્શન પર કોઈ ટેક્સ નહી વસુલે. તાજેતરમાં ફેલાયેલી અફવાહોને સંબોધિત કરતા, મંત્રાલયે તે રીપોર્ટને સંપૂર્ણપણે ખોટી અને પાયાવિહોણી જણાવી છે.જવાબ આપતા રાજ્ય નાણા મંત્રી પંજક ચૌધરીએ કહ્યું કે GST સંબંધિત નિર્ણયો માત્રેમાત્ર GST કાઉન્સિલની ભલામણો પર જ લેવામાં આવે છે અને અત્યાર સુધી આવી કોઈ ભલામણ કરવામાં આવી નથી. મહેસૂલ વિભાગે પણ પુષ્ટિ આપી હતી કે GST કાઉન્સિલ એક બંધારણીય સંસ્થા છે અને કોઈપણ નવો ટેક્સ ફક્ત તેની ભલામણોના આધારે જ લાગુ કરી શકાય છે.

