Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ફતેપુરા તાલુકાના બલૈયા આંગણવાડી કેન્દ્ર નંબર-૧ નુ મકાન જર્જરીત:બાળકોના માથે ભમતું મોત

ફતેપુરા પ્રતિનિધિ શબ્બીરભાઈ સુનેલવાલા

ફતેપુરા તાલુકાનાબલૈયા ખાતે આવેલ આંગણવાડીના કેન્દ્ર નંબર-૧ ના જર્જરીત મકાન બાબતે છ માસથી રજૂઆત છતાં તંત્રના આંખ આડા કાન!બલૈયામાં આંગણવાડી મકાનના અભાવે બાળકોની સંખ્યામાં ઘટાડો:આંગણવાડી સંચાલન માટે ભાડે મકાન આપવા કોઈ તૈયાર નથી?રાજ્ય તથા કેન્દ્ર સરકાર દ્વારા પૂર્વ પ્રાથમિક શિક્ષણથી લઈ કોલેજ કક્ષા સુધીના શિક્ષણમાં સુધારો આવે તે હેતુથી વર્ષે કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે.તેમ છતાં શિક્ષણ અને શૈક્ષણિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા સ્થાનિક થી લઈ રાજ્યકક્ષા સુધીના જવાબદાર સરકારી અધિકારીઓ દ્વારા સરકારના નિયમો અનુસાર પોતાની સત્તાનો ઉપયોગ નહીં કરી મનમાની ચલાવતા હોવાની પરિસ્થિતિ અનેક જગ્યાઓ ઉપર જોતા જોવા મળી રહી છે.ત્યારે ભારત દેશ અંગ્રેજોની ગુલામીમાંથી મુક્ત થયો પરંતુ સ્વતંત્ર ભારતની સરકાર અને જે-તે જગ્યાના સરકારી અધિકારીઓની ગુલામી માંથી મુક્ત કરાવવા એક ગાંધી જન્મની જરૂરિયાત જણાઈ રહી છે.ફતેપુરા તાલુકાના બલૈયા ખાતે આવેલ આંગણવાડી કેન્દ્ર નંબર એક વર્ષોથી જર્જરીત હાલતમાં છે.અને જે બાબતથી તાલુકા-જિલ્લાના જવાબદાર અધિકારીઓ અજાણ નથી.હાલ બલૈયા ખાતે આવેલ આંગણવાડી કેન્દ્ર નંબર એક ની સીલીંગમાંથી પોપડા ખરી રહ્યા છે. જ્યારે વરસાદી પાણી પણ આંગણવાડીની અંદર પડતા આંગણવાડીમાં બાળકો બેસાડી શકાય તેવી સ્થિતિ નથી.જ્યારે આંગણવાડીના ફર્નિચર વિગેરે આંગણવાડીમાં વરસાદી પાણીથી બગડી રહ્યા છે.અને જાણવા મળે છે કે,આ આંગણવાડીની સ્થિતિ અંગે તાલુકા તંત્રને છેલ્લા છ માસથી રજૂઆત કરવા છતાં જવાબદાર અધિકારીઓ દ્વારા માત્ર આશ્વાસન આપી આંગણવાડી કેન્દ્રના પ્રશ્નનો ઉકેલ લાવવા તસ્દી લેવામાં આવતી નથી. બલૈયા માં આંગણવાડી સંચાલન માટે કોઈ મકાન ભાડે આપવા તૈયાર ન હોય આંગણવાડી કેન્દ્ર સંચાલિકા બહેન દ્વારા આ આંગણવાડી કેન્દ્રની સામે આવેલ એક ખાનગી મકાનના ઓટલા ઉપર બાળકોને બેસાડી આંગણવાડીની કામગીરી કરી રહ્યા છે. જેથી આંગણવાડી કેન્દ્રમાં નોંધાયેલા કેટલાક બાળકો આંગણવાડીના મકાનના અભાવે આંગણવાડીમાં હાજરી નહીં આપતા હોવાની ચર્ચા સાંભળવા મળે છે.જેથી આંગણવાડીના બાળકો પોતાને મળવાપાત્ર લાભોથી વંચિત રહી રહ્યા છે.ત્યારે પ્રાથમિક,માધ્યમિક ભણતર કોલેજ અને નોકરી તો ઠીક પરંતુ બાળકને પાયાના શિક્ષણથી વંચિત રાખવા તાલુકા-જિલ્લા તંત્રના લાગતા- વળગતા અધિકારીઓને સત્તા કોને આપી?તે પ્રશ્ન છે.

Share

Related posts

ઘાટલોડિયામાં ભુપેન્દ્ર પટેલ 29 હજાર મતથી આગળ, આ બેઠકે ગુજરાતને આપ્યા છે બે મુખ્યમંત્રી

Admin

ફુલપુરા પ્રાથમિક શાળામાં વિશ્વ આદિવાસી દિનની ઉજવણી

gujaratjanekta

દાહોદ કલેક્ટર યોગેશ નિરગુડેની અધ્યક્ષતા હેઠળ ખાતર સપ્લાય સમિક્ષા સમિતિની બેઠક યોજાઈ.

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial