Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

પારુલ યુનિવર્સિટીનો પદવીદાન સમારોહ, અભિનેતા સોનુ સુદ ચીફ ગેસ્ટ, 6,468 વિદ્યાર્થીઓને પદવી

સંકેત પંડ્યા – એડિટર

પારુલ યુનિવર્સિટીનો પદવીદાન સમારોહ યોજવામાં આવ્યો હતો. છઠ્ઠો દીક્ષાંત સમારોહ યોજાયો હતો. જેમાં 6,468 વિદ્યાર્થીઓએ ડિગ્રી તેમજ 74ને ગોલ્ડ મેડલ એનાયત કરાયા હતા. પદવાદીન સમારોહમાં ચીફ ગેસ્ટ તરીકે સોનુ સૂદ અને મિતાલી રાજે હાજર રહ્યા હતા જેમને વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા.

વિદ્યાર્થીઓની મહેનતને બિરદાવવા માટે વિદ્યાર્થીઓના પેરેન્ટ્સ પણ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. કોરોના કાળ દરમિયાન હજારો લોકોને મદદ કરનાર ક્રિકેટર મિતાલી રાજે અને અભિનેતા સોનુ સૂદ આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે હાજર રહ્યા હતા જેમને વિદ્યાર્થીઓને સફળતાના અનુભવો શેર કર્યા હતા. આવ્યા હતા.

આ પદવીદાન સમારોહમાં ડિપ્લોમા, અંડરગ્રેજ્યુએટ, એન્જિનિયરિંગ, એપ્લાઇડ સાયન્સ, કોમર્સ, કોમ્પ્યુટર એપ્લિકેશન, એપ્લાઇડ સાયન્સ, કોમર્સ, આર્ટ્સ, ફાઇન આર્ટસ, લાઇબ્રેરી સાયન્સ, હેલ્થ એડમિનિસ્ટ્રેશન, પબ્લિક હેલ્થ, ફાર્મસી, ફિઝિયોથેરાપી, આયુર્વેદ, હોમિયોપેથી જેવા વિવિધ પ્રવાહોના વિદ્યાર્થીઓને ડીગ્રી એનાયત કરવામાં આવી હતી. આ ઉપરાંત વિવિધ વર્ટિકલ્સ અને સ્ટાર્ટ-અપ્સને તેમન યોગદાન અને સિદ્ધિઓ બદલ યુનિવર્સિટીના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું સન્માન પણ આ સમારોહમાં કરવામાં આવ્યું હતું. આ પ્રસંગને યાદગાર બનાવવા માટે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ગ્રુપ ફોટો લઈ આ દિવસને વધુ યાદગાર બનાવ્યો હતો.

વિદ્યાર્થીઓને પ્રેરણા મળી રહે અને જીવનમાં સફળતા મેળવે તે પ્રકારે સોનું સુદ દ્વારા જીવન ઉપયોગી ટીપ્સ પણ આપવામાં આવી હતી. આજનો આ દિવસ વિદ્યાર્થીઓ માટે વધુ યાદગાર બની રહ્યો હતો.

Share

Related posts

ફતેપુરા આઇ કે દેસાઈ હાઈસ્કૂલ ખાતે ફતેપુરાના આગેવાન સહિત તથા કર્મચારીઓએ રાષ્ટ્રગીત વંદે માતરમનું સમૂહગાન કર્યુંઉપસ્થિત સૌએ સ્વદેશી અપનાવવાના શપથ ગ્રહણ કર્યા

gujaratjanekta

લીમડી લિટલ માસ્ટર ઇંગલિશ મીડીયમ સ્કૂલમા માર્શલ આર્ટ કરાટે પ્રથમ યેલ્લો બેલ્ટ પરીક્ષા સંપન્ન

gujaratjanekta

મહીસાગર જીલ્લામાં ચુંટણી પ્રવાસે પધારી રહેલા ગુજરાતના નાથ ભુપેન્દ્ર પટેલ : રોજગારી,બાયપાસ રોડ, GIDC, નલ સે જલ યોજનામાં કરોડોનું કૌભાંડ જેવા અનેક પ્રશ્નો !!?

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial