Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ઝાલોદ ભીલ રાજા વસૈયા ચોક ખાતે બાપ સાંસદ રાજકુમાર રોતનુ સ્વાગત કરાયું

પંકજ પંડિત

ગુજરાત રાજ્ય બાપ પાર્ટી મહિલા અધ્યક્ષ નિલમ વસૈયા દ્વારા સ્વાગત કરાયુંઢોલ કુંડી તેમજ માથે કુમકુમ કરી ઝાલોદની ધરતી પર સ્વાગત કરાયુંદાહોદ જિલ્લામાં બાપ પાર્ટીનુ પ્રથમ વખત સ્થાપન કરવામાં આવ્યું છે તે અન્વયે દાહોદ જિલ્લામાં બાપ પાર્ટીના કાર્યાલય તેમજ ખરોડ મુકામે જન સભાને સંબોધવા માટે બાપ પાર્ટીના સંસ્થાપક રાજકુમાર રોત આવી રહેલ હતા ત્યારે ઝાલોદ મુકામે ભીલ રાજા વસૈયા ચોક ખાતે ગુજરાત રાજ્ય મહિલા અધ્યક્ષ નિલમ વસૈયા દ્વારા કુમકુમ ચાંદલો કરી સ્વાગત કરાયું હતું.
બાપ પાર્ટીના સંસ્થાપક રાજકુમાર રોત રાજસ્થાનના ડુંગરપૂર જિલ્લાના સાંસદ છે. તેમજ બાપ પાર્ટીની વિધાનસભામા પાંચ સીટો આવેલ છે તે પૈકી ચાર રાજસ્થાનમા અને એક મધ્યપ્રદેશમા છે. બાપ પાર્ટીના સંસ્થાપકનુ સ્વાગત ઢોલ કુંડી તેમજ ફટાકડા સાથે કરવામાં આવ્યું હતું. કુમકુમ ચાંદલા સાથે રાજકુમાર રોતના સ્વાગત પછી ભીલ રાજા વસૈયા ચોક ખાતે માલ્યાર્પણ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ આ વિસ્તારની શોભા તેમજ પહેરવેશ એવી આદિવાસી બંડી પહેરાવી સ્વાગત કરાયું હતું. રાજકુમાર રોતને મળવા મોટા પ્રમાણમાં લોકો ઉમટી પડેલ હતા.

Share

Related posts

ગોધરા શહેર પોલન બજાર કેસરી ચોક ખાતે સુરક્ષા સેતુ સોસાયટી(પોલીસ) તથા ગોધરા શહેર મુસ્લિમ સમાજ દ્વારા “SAY NO TO DRUGS”નો કાર્યક્રમ યોજવામાં આવેલ હતો.

gujaratjanekta

લોકસભા ચૂંટણીની તારીખો આજે થઇ શકે છે જાહેર !!

gujaratjanekta

ઝાલોદ વોર્ડ ન 2 કાઉન્સિલર દ્વારા નગરપાલિકાની મંજુરી વગર જાહેર રસ્તો તોડી પડ્યો.

Admin

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial