Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

મોઢ જ્ઞાતિ સમસ્ત પંચ,દાહોદ અંતર્ગત શ્રી મોઢેશ્વરી કેળવણી મંડળ દાહોદ દ્વારા આયોજિત સંસ્કાર સિંચન કાર્યક્રમ સમાજની વાડીમાં રાખવામાં આવ્યો હતો.

મોઢ જ્ઞાતિ સમસ્ત પંચ,દાહોદ અંતર્ગત શ્રી મોઢેશ્વરી કેળવણી મંડળ દાહોદ દ્વારા આયોજિત સંસ્કાર સિંચન કાર્યક્રમ જેમાં બાળકો પ્રકૃતિનું જતન કરતા શીખે તે હેતુથી ઇકો ફ્રેન્ડલી ગણેશજીની મૂર્તિ બનાવતા શીખવવામાં આવી હતી. જેમાં બાળકોને શ્રીમતી ઝલકબેન શાહ, શ્રીમતી હિરલબેન નગરાળાવાલા તથા શ્રીમતી માધવીબેન લીમડીવાલા દ્વારા માટીમાંથી ગણેશજીની મૂર્તિ કેવી રીતે બનાવી શકાય તે પ્રત્યક્ષ બતાવી શીખવવામાં આવ્યું હતું. ગણેશજીની મૂર્તિ બનાવવા માટે શ્રી ભાર્ગવભાઈ પટેલ, શ્રીમતી ગરવીબેન લાલપુરવાલા, તથા શ્રીમતી ક્રિષ્નાબેન શાહ દ્વારા બાળકોને વ્યક્તિગત સહાયતા કરવામાં આવી હતી. કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ બાળકોને શ્રીમતી વીણાબેન પંકજભાઈ શાહ તરફથી નાસ્તો અને બોલપેન આપવામા આવી હતી. કાર્યક્રમના અંતે સૌ બાળકોને પોતે બનાવેલ ગણેશજી ભેટ સ્વરૂપે આપવામાં આવ્યા હતા.કાર્યક્રમને સફળ બનાવનાર તથા સહયોગ આપનાર સૌનો શ્રી મોઢેશ્વરી કેળવણી મંડળ તરફથી ખૂબ ખૂબ આભાર.

Share

Related posts

ગુજરાત પોલીસ બેડામાં મોટા ફેરફાર :182 PSIની બદલી, જુઓ લિસ્ટ

gujaratjanekta

સરકારી ઇજનેરી કોલેજ, દાહોદના વિદ્યાર્થીઓ દ્વારા દાહોદ નગર પાલિકા ફાયર સ્ટેશનની મુલાકાત

gujaratjanekta

આજરોજ ૫ મી જૂન વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે પ્રકૃતિ મિત્ર ટ્રસ્ટ, લીમડી દ્વારા ટાંડી ગામમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial