Gujarat Jan Ekta
તાજા સમાચાર
Breaking News education

ઝાલોદ પ્રાંત અધિકારી અજય ભાટિયાએ ગ્રામીણ પ્રશ્નોના હલ માટે સાંપોઈ મુકામે રાત્રિ સભા યોજી

પંકજ પંડિત

ઝાલોદ તાલુકાના પ્રાંત અધિકારી અને મામલતદાર વહીવટી તંત્રને સાથે લઈ તાલુકાના અલગ અલગ ગામોમાં તબક્કાવાર રાત્રી સભા યોજી ગ્રામીણ વિસ્તારોના પ્રશ્નોના નિવારણ માટે પ્રયાસ કરતા હોય છે. ઝાલોદ તાલુકાના સાંપોઈ મુકામે પ્રાંત અધિકારી એ.કે.ભાટીયાના અધ્યક્ષ સ્થાને વહીવટી તંત્રની મદદ થી રાત્રી સભા પ્રાથમિક શાળા ખાતે યોજાઈ હતી.ઝાલોદ પ્રાંત અધિકારી દ્વારા સરકાર દ્વારા ચાલતી વિવિધ યોજનાઓ વિશે ગ્રામજનોને માહિતી આપી હતી. વિવિધ પ્રોજેક્ટ હેઠળ ગામમાં ચાલતા વિકાસના કામોમા કોઈ સૂચન કે કોઈ મુશ્કેલી હોય તો ગ્રામજનોને જણાવવા માટે કહ્યું હતું. ગ્રામજનોને ગામમાં પડતી કોઇ સમસ્યા અને તેના નિરાકરણ માટે પ્રાંત અધિકારી દ્વારા ચર્ચા કરવામાં આવી હતી તેમજ ગામમાં જે પણ સમસ્યાઓ છે તેના સમાધાન માટે વહીવટી તંત્ર ચોક્કસ કામગીરી કરશે તેવું આશ્વાસન ગ્રામજનોને આપવામાં આવેલ હતું. પ્રાંત અધિકારી એ.કે.ભાટીયા દ્વારા સાંપોઈ ગ્રામ પંચાયતની મુલાકાત કરી વહીવટી કામની ચકાસણી કરવામાં આવી હતી. આજની રાત્રી સભામાં પ્રાંત અધિકારી એ.કે.ભાટીયા,મામલતદારએસ.એમ.પરમાર તેમજ તાલુકા પંચાયત અધિકારી, તાલુકા પંચાયત સભ્ય, સરપંચ તલાટી તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહેલ હતા.

Share

Related posts

GUJARAT માં ગુજરાતીના બદલે બંગાળી, હિન્દી, પંજાબી અને અન્ય ભાષામાં મતદાર યાદીમાં નામ !!?

gujaratjanekta

ઝાલોદ તાલુકાના સામૂહિક આરોગ્ય કેન્દ્ર લીમડી ખાતે યોજાયો રક્તદાન કેમ્પ

gujaratjanekta

મહીસાગર જીલ્લા પુરવઠા ખાતાનું સર્વર ઠપ્પ : ગ્રાહક કહે “હમ જાયે તો જાયે કહા” !!

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial