Gujarat Jan Ekta
તાજા સમાચાર
Breaking News education

લોકટોળાના હુમલામાં ઘાયલ એ.એસ.આઈ ની મુલાકાત રાજ્યકક્ષાના મંત્રી રમેશ કટારાએ કરી

પંકજ પંડિત

ઝાલોદ ડિવિઝનના ચાકલીયા પોલીસ સ્ટેશનના એ.એસ.આઈ સુભાષ નીનામા લોક ટોળાના હુમલામાં ઘાયલ થયેલ હતા જેને લઈ દાહોદ જિલ્લા પોલીસ અધિક્ષક રવિરાજસિંહ જાડેજાએ બે દિવાસ પહેલા ઝાલોદ રાધિકા હોસ્પિટલમા આવી તેઓની તબિયતની પૃચ્છા કરેલ હતી. આજરોજ ગુજરાતના રાજ્ય કક્ષાના મંત્રી રમેશ કટારા, સાંસદ જશવંતસિંહ ભાભોર ,ધારાસભ્ય મહેશ ભૂરીયા રાધિકા હોસ્પિટલ ખાતે લોક ટોળાના હુમલામા ઈજાગ્રસ્ત સુભાષ નીનામાની મુલાકાત લઈ તેઓની તબિયત અંગે પૃચ્છા કરેલ હતી. રાધિકા હોસ્પિટલના ડૉ સાથે પણ તેઓના ઈલાજ અને તેઓની સારવાર અંગે વાતચીત કરેલ હતી.કાયદો વ્યવસ્થા જાળવનાર પોલીસ પર ઘાતક હુમલો કરનારા તમામ આરોપીઓ પર કાયદાની જોગવાઇ મુજબ કડકમા કડક કાર્યવાહી કરવામાં આવે તેવું પણ સૂચન ઉપસ્થિત મંત્રી રમેશ કટારાએ કર્યું હતું. સારવાર કરી ખૂબ જલ્દી સ્વસ્થ્ય થઈ ફરી લોકસેવા તરીકે પોલીસની નોકરી બજાવો તેવી પણ કામના કરી હતી અને પરિવારજનો ને વિશેષમાં કહ્યું હતું કે આ દુઃખદ ઘટના સંદર્ભે સરકાર તમારી સાથે છે અને કોઈપણ સરકારી રાહે કામગીરી હોય તો જણાવવા કહ્યું હતું.

Share

Related posts

પંચતત્વમાં વિલીન થયા PM મોદીના મા હીરાબા, વડાપ્રધાને ભીની આંખે આપી ચિતાને મુખાગ્નિ

Admin

લુણાવાડા ખાતે ચાલતી શિવ કથામાં ગીરીબાપુ બોલ્યા : મુર્દો કો જલાયા જાતા હૈ ઉસે સ્મશાન કહેતે હૈ કૈલાશ નહી – જુઓ VIDEO

gujaratjanekta

સિંગતેલના ભાવમાં એક સાથે ઝીંકાયો મોટો ભાવ વધારો : ભાવ જાણીને ગૃહિણીઓની હાલત થઈ બેહાલ ! – જાણો વધુ

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial