Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

દાહોદ પોલીસ અધિક્ષકશ્રીની કચેરી નેત્રમ શાખાને એવોર્ડ એનાયત કરવામાં આવ્યો

ગુજરાત સરકારના વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત વર્ષ ૨૦૨૪ના તૃતીય અને ચતુર્થ ત્રિમાસિક Reward and Recognition પ્રોગ્રામ હેઠળ દાહોદ પોલીસ અધિક્ષકશ્રીની કચેરી નેત્રમ શાખાએ વર્ષ ૨૦૨૪ના જુલાઇ થી સપ્ટેમ્બર તેમજ ઓક્ટોબર થી ડીસેમ્બર આમ ત્રિમાસીક સમયગાળા દરમ્યાન ગુજરાત રાજ્યમાં માર્ગ સુરક્ષા અને સલામતિની સારામાં સારી કામગીરી તેમજ નેત્રમ શાખા દ્વારા ગુમ/ખોવાયેલ વસ્તુઓ,ગુમ થયેલ બાળકો,ચોરી,ઘરફોડ ચોરી વગેરે કામગીરીમાં દાહોદ નેત્રમ શાખા સમગ્ર ગુજરાત રાજ્યમાં માહે જુલાઇ થી ડીસેમ્બર સુધીની કામગીરીમાં પ્રથમ નંબરે આવેલ જે અનુસંધાને નેત્રમ ઇન્ચાર્જ તેમજ સ્ટાફને મે.ડી.જી.પી.શ્રી ગુજરાત રાજ્ય ગાંધીનગર નાઓના હસ્તે નેત્રમ ઇન્ચાર્જ પો.સ.ઇ શ્રી આર.એમ.વસૈયા નાઓને તથા પો.કો કિરણભાઇ ભુરીયા નાઓને દાહોદ નેત્રમ શાખાની સારામાં સારી કામગીરી બદલ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો.

Share

Related posts

ફતેપુરા વિધાનસભા મત વિસ્તારનો સ્નેહમિલન કાર્યક્રમ સુખસર બી.એડ. કોલેજ ખાતે યોજાયો

gujaratjanekta

વડાપ્રધાન નરેન્દ્ર મોદી તાપી-નર્મદા-સુરત જિલ્લામાં ₹ 2083 કરોડના વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરશે

gujaratjanekta

ધુળેટીની આગોતરી ઉજવણી: ભરૂચ જિલ્લા ભાજપ અને પત્રકારોનું ભોલાવ સર્કિટ હાઉસ ખાતે સ્નેહમિલન યોજાયું, એકમેકને રંગોથી રંગી શુભકામનાઓ આપી

Admin

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial