Gujarat Jan Ekta
તાજા સમાચાર
Breaking News ગુજરાત ન્યૂઝ

હાલોલ તાલુકાના આદેશ આશ્રમ પાવાગઢ ખાતે રવિ કૃષિ મહોત્સવનું આયોજન કરાયું

ધર્મેશ વ્યાસ – પત્રકાર 

હાલોલ તાલુકામાં બાપુ બાલકનાથ આશ્રમ (આદેશ આશ્રમ) પાવાગઢ ખાતે રવિ કૃષિ મહોત્સવ-૨૩નું આયોજન કરાયું હતું. જેમા તાલુકા પંચાયત પ્રમુખશ્રી કનુભાઇ રાઠોડના અધ્યક્ષસ્થાને યોજાયેલ રવિ કૃષિ મહોત્સવ-૨૩માં જિલ્લા અને તાલુકા પંચાયતના સદસ્યશ્રીઓ,તાલુકાના અગ્રણી મહાનુભાવો તેમજ અધિકારીશ્રીઓ/કર્મચારીશ્રીઓ તથા મોટી સંખ્યામાં ખેડૂતો હાજર રહ્યા હતા.

આ પ્રસંગે ઉપસ્થિત સૌ કોઈએ મુખ્યમંત્રીશ્રીના રાજ્યકક્ષાના કાર્યક્રમનું લાઈવ પ્રસારણને નિહાળ્યું હતું. ઉપસ્થિત મહાનુભાવોએ ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ, નવી પેઢીના ખાતરો જેવાકે, નેનો યુરિયા/નેનો ડી.એ.પી., ડ્રોન ટેકનોલોજીનો, સુક્ષ્મ પિયત પધ્ધતી વગેરે જેવી બાબતે માર્ગદર્શન આપ્યું તથા ખેડૂતોને તેનો મહત્તમ ઉપયોગ કરવા માટે આહવાન કર્યું હતું. આ પ્રસગે કૃષિ વૈજ્ઞાનીકશ્રીઓએ પણ “શ્રી અન્ન” મિલેટસની વૈજ્ઞાનીક ખેતી પધ્ધતી તથા ખેતી પાકોમાં ખેતી ખર્ચના ઘટાડા અંગે માર્ગદર્શન પૂરું પાડયું હતું. આ પ્રસંગે સ્થાનિક પ્રગતિશીલ ખેડૂતો દ્વારા પ્રાકૃતિક કૃષિ,સોઇલ હેલ્થ કાર્ડ તથા FPOની કામગીરી અંગે પોતાના અનુભવો ખેડૂતો સમક્ષ વ્યકત કર્યા હતા.કૃ ષિ પ્રદર્શનમાં વિવિધ ૧૫ જેટલા સ્ટોલ તથા સેવાસેતુના ૧૫ જેટલા સ્ટોલ ગોઠવવામાં આવ્યા હતા, જેનો ખેડૂતોએ બહોળા પ્રમાણમાં લાભ લીધો હતો.

Share

Related posts

પાટણ જીલ્લાના રાધનપુર ખાતે ગુજરાત ગૌરવ યાત્રાને લઇ આયોજન મીટીંગ યોજવામાં આવી

gujaratjanekta

ગુજરાત વિધાનસભાની ૨૦૨૨ : આપ ના મુખ્ય ચહેરાઓની કારમી હાર થઇ

Admin

ગુજરાતમાં નવી સરકારે 4 IASને અગ્ર સિચવ તરીકે, 9ને સિલેક્શન ગ્રેડમાં બઢતી આપવાનો ડિપાર્ટમેન્ટલ પ્રમોશન કમિટીએ નિર્ણય લીધો

Admin

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial