Gujarat Jan Ekta
તાજા સમાચાર
Breaking News ટોપ ન્યૂઝ

ગુજરાતમાં /….10 રૂપિયા મળશે’ નો વિદ્યાર્થીએ ટાસ્ક આપતા શાળામાં એક-બે નહીં પણ 40 વિદ્યાર્થીઓએ હાથમાં બ્લેડથી કર્યા ઘા : જાણો વધૂ

પ્રાપ્ત વિગતો મુજબ ગુજરાતમાં ચોકાવનારો કિસ્સો સામે આવ્યો છે. આં સાંભળીને તમને પણ આશ્ચર્ય લાગશે કે શું પ્રાથમિક શાળામાં ભણતા વિદ્યાર્થીઓ પણ આ હદ સુધી જઈ શકે છે? વાત કરીએ તો અમરેલીમાં વિદ્યાર્થીઓએ હાથમાં બ્લેડથી કાપા માર્યા છે. પ્રાથમિક વિગતો મુજબ બગસરાના મોટા મુંજીયાસર પ્રાથમિક શાળામાં આ બનાવ બન્યો છે. અહીં સૌથી મોટી ચોંકાવનારી અને ચિંતાજનક બાબત તો એ છે કે, 1-2 નહીં પણ 40 વિદ્યાર્થીઓ જાતે જ બ્લેડથી પોતાના હાથમાં કાપા માર્યા હતા. આ તરફ સરપંચે જાણ કરતા વાલીઓ શાળાએ દોડી આવ્યા હતા. જોકે આ ઘટના 8 દિવસ પહેલાની હોવાનું પણ સામે આવ્યું છે.

અમરેલીના બગસરાના મોટા મુંજીયાસર પ્રાથમિક શાળામાંથી સામે આવેલ આં એક સમાચારે સૌ કોઈને ચોંકાવી દીધા છે. અહીં 40 જેટલા વિદ્યાર્થીઓ જાતે જ બ્લેડથી પોતાના હાથમાં કાપા માર્યા હતા. સરપંચના જણાવ્યા મુજબ 8 દિવસ પહેલાની ઘટના છે. હાથમાં કાપા મારવા અંગે પોલીસને જાણ કરી છે.

વિડીયો ગેમના રવાડે ચડેલા ધોરણ 7ના વિદ્યાર્થીએ અન્ય વિદ્યાર્થીઓને ટાસ્ક આપ્યો હતો. જેમાં તેણે એવી લાલચ આપી હતી કે, બાળકો પોતાના હાથમાં કાપા મારશે તો તેને 10 રૂપિયા આપશે. જો વિદ્યાર્થીઓ આવું નહીં કરી શકે તો તેમની પાસેથી 5 રૂપિયા લેશે. આમ અન્ય વિદ્યાર્થીઓમાં વાત પ્રસરતા 12થી પણ વધુ બાળકોએ પોતાના જ હાથમાં બ્લેડથી ઘા માર્યા. શાળાના સંચાલકોએ વાલીઓને જાણ કરવાના બદલે મામલો દબાવવા પ્રયાસ કર્યો. તેમણે છાત્રોને એવી સુચના આપી કે, પોતાના ઘરે વાત કરવી નહીં. જેથી બાળકોએ માતા-પિતાની વાત છૂપાવી હતી.

રાજ્ય શિક્ષણમંત્રી પ્રફુલ પાનસેરિયાએ શું કહ્યું ?

મોટા મુંજીયાસરની શાળામાં વિદ્યાર્થીઓએ હાથ પર બ્લેડથી કાપા માર્યા મામલે હવે રાજ્ય શિક્ષણમંત્રી પ્રફુલ પાનસેરિયાનું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે, બાળકો સામસામે ચેલેન્જ આપતા, જેમાં હારી જાય તો બાળકો સામે કાપો મારે. આ બનાવ 8 દિવસ પહેલાનો છે. પ્રફુલ પાનસેરિયાએ કહ્યું કે, બાળકોની આ બાબત ચિંતાનો વિષય છે. પાનસેરિયાએ ઉમેર્યું કે, શાળામાં શિક્ષણ અધિકારી ગયા હતા અને બેઠક કરી હતી.

Share

Related posts

નર્મદા જીલ્લામાં ધોધમાર વરસાદ : ડેમમાંથી 10 લાખ ક્યુશેક પાણી છોડાયું

gujaratjanekta

સંકુલ કક્ષાનું ગણિત અને વિજ્ઞાન પ્રદર્શન 2025 આયોજન કરવામાં આવ્યુ

gujaratjanekta

ઝાલોદ તાલુકાના ઘાવડીયા ગામે ચર્ચ પ્રેરિત કાર્યક્રમ રદ કરવા સ્થાનિક હિન્દુ આગેવાનો દ્વારા માંગ કરાઈ ગ્રામજનોના કહેવા મુજબ નોંધાયેલ ખ્રિસ્તી સંખ્યા ખૂબ ઓછી છે

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial