Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ઝાલોદ તાલુકાના વેલપુરા ગામે હાઇવે પર અકસ્માત સર્જાતા એક વ્યક્તિનું મોત

પંકજ પંડિત

મનાભાઈ નાનજી ભાઈ બારિયા જે રાજસ્થાનના ગાંગડતલાઈ મુકામના રહેવાસી છે તેઓ પોતાના ભાઈના નામની ટૂં વ્હીકલ મોટર સાયકલ RJ-03-AB-8086 લઈને 19-11-2024 ના રોજ મોડાસા થી મજૂરી કરીને પત્નીને બેસાડી પોતાના વતનમાં જઈ રહેલ હતા તે દરમ્યાન આસરે રાત્રીના ત્રણ વાગ્યાની આસપાસ વેલપૂરા ગામે હાઇવે રોડ પર સાઈડમાં શૌચાલય જવા ગાડી ઉભી રાખી હતી. મનાભાઈ સૌચ કરી આવીને તેમની પત્નીની રાહ જોતા પોતાની ટૂ વ્હીલર ગાડી પર બેઠા હતા તે દરમિયાન અચાનક એક અજાણ્યા ફોર વ્હીલર વાહન દ્વારા ગફલત રીતે વાહન હંકારી લાવી ટુ વ્હીલર ગાડીને ટક્કર મારી નાસી છૂટેલ હતો. ફોર વ્હીલર ગાડીની ટક્કર વાગતા મનાભાઈ ગાડી પર થી ફંગોળાઈ જતાં જમીન પર પટકાતા તેમને માથા અને શરીરમાં ઈજાઓ થયેલ હતી. 108 એમ્બ્યુલન્સ દ્વારા ઝાલોદ સરકારી હોસ્પિટલમાં મનાભાઈ ને સારવાર માટે લાવવામાં આવતા ડોક્ટર દ્વારા તપાસ કરવામાં આવતા તેઓનુ મૃત્યું થઈ ગયેલ હોવાનું જણાવેલ હતું. મનાભાઈની પત્ની દ્વારા અજાણ્યા વાહન વિરુદ્ધ ઝાલોદ પોલિસ સ્ટેશનમા આ અંગે ફરિયાદ લખાવેલ છે.

Share

Related posts

એક વર્ષ પહેલા અંદાજીત ₹ 18 કરોડના ખર્ચે મહીસાગર નદી પર બનાવેલ હાંડોડ બ્રિજમાં ભ્રષ્ટાચાર : કોન્ટ્રાક્ટર અને વર્લ્ડ બેંક પ્રોજેક્ટના કર્મચારીઓ આચર્યો ભ્રષ્ટાચાર !!

gujaratjanekta

ભગવાન પરશુરામનો જન્મોત્સવ અક્ષય તૃતીયા ની મધ્ય ગુજરાતમાં થયેલી ભવ્યાતી ભવ્ય ઉજવણી

gujaratjanekta

મોઢ જ્ઞાતિ સમસ્ત પંચ,દાહોદ અંતર્ગત શ્રી મોઢેશ્વરી કેળવણી મંડળ દાહોદ દ્વારા આયોજિત સંસ્કાર સિંચન કાર્યક્રમ સમાજની વાડીમાં રાખવામાં આવ્યો હતો.

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial