Gujarat Jan Ekta
તાજા સમાચાર
Breaking News ગુજરાત ન્યૂઝ ધર્મ દર્શન / રાશિફળ

ભગવાન પરશુરામનો જન્મોત્સવ અક્ષય તૃતીયા ની મધ્ય ગુજરાતમાં થયેલી ભવ્યાતી ભવ્ય ઉજવણી

બ્રાહ્મણોના ઇસ્ટ દેવ ભગવાન પરશુરામના જન્મોત્સવ નિમિતે શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજના ઉપપ્રમુખ અને મધ્ય ગુજરાતના પ્રભારી શ્રી શૈલેશકુમાર ઠાકરની પ્રેરણા અને માર્ગદર્શન થી મધ્ય ગુજરાત ના તમામ જિલ્લાઓમાં ઉજવણી કરવામાં આવી જેમાં કડાણા ખાતે ત્રિવેદી મેવાડા બ્રાહ્મણ સમાજ કડાણા ચોખળુ અને શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ સંતરામપુર – કડાણા ના સંયુક્ત ઉપક્રમે કડાણા ખાતે થી પરશુરામ યાત્રા આન – બાન – અને શાન સાથે નીકળી જેમાં બગી – વાજિંત્રો સાથે મોટી સંખ્યામાં જ્ઞાતિ જનો ઉપસ્થિત રહયા કડાણા ખાતે ત્રિવેદી મેવાડા બ્રાહ્મણ સમાજ કડાણા દ્વારા નવ નિર્મિત સમાજ ભવન ખુલ્લું મુકાયું .

સાથે ભગવાન પરશુરામજીની યાત્રા પ્રથમ વાર નીકળી ત્યારે તેમાં શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ ગુજરાત પ્રદેશના ઉપ પ્રમુખ અને મધ્ય ગુજરાત ના પ્રભારી શ્રી શૈલેશકુમાર ઠાકર, શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ મહીસાગર જિલ્લાના અધ્યક્ષ શ્રી રાકેશભાઈ પંડ્યા,મહીસાગર જિલ્લા સ.ગુ.બ્રહ્મ સમાજ મહામંત્રી શ્રી રમેશભાઈ પંડ્યા, શ્રી દિનેશભાઇ રાવળ, અખિલ હિન્દ ત્રિવેદી મેવાડા બ્રાહ્મણ પરિષદના ટ્રસ્ટી શ્રી જયપ્રકાશભાઈ પંડ્યા મહીસાગર જિલ્લા ત્રિવેદી મેવાડા બ્રહ્મ સમાજના મહામંત્રી શ્રી જીજ્ઞેશકુમાર જોષી, સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજના મહીસાગર જિલ્લાના મહિલા પાંખના પ્રમુખ શ્રીમતી ગીતાબેન પાઠક , શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ સંતરામપુર – કડાણા એકમના પ્રમુખ ડો.આર.કે.ત્રિવેદી સાહેબ સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજના શ્રી શૈલેષભાઇ પંડ્યા,શ્રી સ્મિતભાઈ પંડ્યા તથા મોટી સંખ્યામાં હોદ્દેદારો અને જ્ઞાતિ જનો ઉપસ્થિત રહ્યા

સમસ્ત બ્રહ્મ સમાજ ગોધરા દ્વારા ગોધરા ખાતે લાલબાગ મંદિર થી ભગવાન પરશુરામજીની શોભાયાત્રા કાઢવામાં આવી જેમાં સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજના ગુજરાત પ્રદેશના ઉપ્રમુખ અને મધ્યગુજરાત પ્રભારી શ્રી શૈલેશકુમાર ઠાકર, ડો.રાજેશભાઇ રાવલ,શ્રી ભાવેશભાઈ ઉપાધ્યાય,શ્રી વિરેનભાઈ વ્યાસ ,શ્રી પારશભાઈ ઉપાધ્યાય, શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ ની મહિલા ટીમના શ્રીમતી માયાબેન જોષી, શ્રીમતી નયનાબેન ઠાકર શ્રીમતી શિવાંગી બેન ઠાકર, વિગેરે મોટી સંખ્યામાં બ્રહ્મ પરિવાર અને નગરજનો ઉપસ્થિત રહ્યા આ યાત્રા ને સફળ બનાવવા વિરેનભાઈ વ્યાસ અને ભાવેશભાઈ ઉપાધ્યાય ની ટીમે ભારે જહેમત ઉઠાવી યાત્રા સફળ રહી.

શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ હાલોલ એકમ દ્વારા હાલોલ નગરમાં ભગવાન પરશુરામજીની શોભાયાત્રા હરિહર મહાદેવ હાલોલથી કાઢવામાં આવી મોટી સંખ્યામાં બ્રહ્મ પરિવાર અને નગરજનોએ એ ભાગ લીધો યાત્રા ખૂબ સફળ રહી.

જેમાં શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ ગુજરાત પ્રદેશ ના ઉપપ્રમુખ અને મધ્ય ગુજરાતના પ્રભારી શ્રી શૈલેશકુમાર ઠાકર ,શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ મધ્ય ગુજરાતના મુખ્ય સંઘઠક ડો.શરદચંદ્ર પંડ્યા હાલોલ એકમના પ્રમુખ શ્રી હાર્દિક જોષીપુરા , શ્રીમતી કલ્પનાબેન જોષીપુરા, તાલુકા સંગઠન સૌ હોદ્દેદારો તથા મોટી સંખ્યામાં બ્રહ્મ પરિવાર અને નગરજનો હાજર રહ્યા યાત્રા સફળ રહી.


આમ મધ્ય ગુજરાતના તમામ જિલ્લાઓ પંચમહાલ,મહીસાગર છોટાઉદેપુર,આણંદ, ખેડા,વડોદરા વિગેરે તમામ જગ્યાઓએ આન – બાન – અને શાન સાથે પરશુરામ જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી.

Share

Related posts

ઝાલોદ તાલુકા ની ફુલપુરા મુખ્ય પ્રાથમિક શાળામાં મકરસક્રાંતિપર્વની ઉત્સાહભેર ઉજવણી કરાઈ.

gujaratjanekta

પીએમ 23મી એ આવશે વડોદરા, અત્યારથી વડોદરામાં નવલખી મેદાનમાં તૈયાર કરવામાં આવી રહ્યા છે હેલીપેડ

Admin

ધાર્મિક વિવાદીત ટિપ્પણી મુદ્દે નૂપુર શર્માના વિરોધ માં સમસ્ત શહેરા મુસ્લિમ સમાજ દ્વારા મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial