Gujarat Jan Ekta
તાજા સમાચાર
Breaking News ટોપ ન્યૂઝ

ગુજરાતમાં આ શું માંડ્યું છે! નકલી કચેરી, નકલી કર્મચારી અને હવે નકલી કોર્ટ ઝડપાઈ – જાણો વધુ

સંકેત પંડ્યા – જર્નાલિસ્ટ

રાજ્યમાં નકલી પોલીસ, કચેરી અને અધિકારીઓ બાદ હવે નકલી કોર્ટ ઝડપાઈ છે. અમદાવાદમાં નકલી કોર્ટ ચલાવનારા ગાંધીનગરના મોરિસ ક્રિશ્ચિયનની ધરપકડ કરાઇ છે. આરોપીએ આર્બિટ્રેટર બની અનેક નકલી ઓર્ડર આપ્યાનું પણ સામે આવ્યું છે. 

અમદાવાદ સિટી સિવિલ કોર્ટની સામે નકલી કોર્ટનો ભાંડો ફૂટ્યો હતો., આરોપીએ લવાદ બનીને અનેક વાંધાજનક જમીનના ઓર્ડર કર્યાનું તપાસમાં ખુલ્યું છે.. કોર્ટ રજિસ્ટ્રારે ફરિયાદ નોંધાવતા સમગ્ર મામલો સામે આવ્યો હતો. પોલીસે ફરિયાદના આધારે આરોપીની ધરપકડ કરી છે. સિટી સિવિલ કોર્ટના રજિસ્ટ્રાર હાર્દિક દેસાઈએ કારંજ પોલીસ મથકમાં આ મામલે ફરિયાદ નોંધાવી હતી આરોપીઓએ પાલડી વિસ્તારની સરકારી જમીન પચાવવા કાવતરું રચ્યું હતું . ખોટા ક્લેમ, સ્ટેટમેન્ટ અને આર્બિટ્રેટર બની જગ્યા પચાવવા ખોટા હુકમ કર્યા હતા. આરોપીએ કોર્ટમાં ખોટા હુકમો રજૂ કરી ગેરકાયદે રીતે જમીન પચાવવા પ્રયાસ કર્યો હતો.. આરોપી મોરીસ વિરુદ્ધ અગાઉ પણ મણિનગરમાં પોલીસ ફરીયાદ નોંધાઇ હતી.

આરોપી એડવોકેટ મોરિસ સેમ્યુઅલ ક્રિશ્ચિયને અમદાવાદમા બૉગસ આર્બિટ્રેશન ઉભુ કરીને કોર્ટ, જજ અને વકીલ, ક્લાર્ક, બેલીફ રાખી વાસણા ખાતે સરકારી જમીનનો એવોર્ડ પણ કરી નાંખ્યો છે. આરોપી મોરિસ સેમ્યુઅલ ક્રિશ્ચિયન જાતે જ જજ થયા, કોર્ટ પણ ઉભી કરી અને જમીનનો ચૂકાદો પણ આપ્યો!?

Share

Related posts

ગુજરાત વિજ્ઞાન સંમેલન 2025 અંતર્ગત આઇઆઇટીઈ ગાંધીનગર ખાતે ટીચર ટ્રેનિંગ વર્કશોપ યોજાયો

gujaratjanekta

લુણાવાડામાં નાયબ મામલતદાર 10 હજારની લાંચ લેતા ACB નાં હાથે રંગેહાથ પકડાયો

gujaratjanekta

દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકામાં બરોડા સ્વરોજગાર વિકાસ સંસ્થાન ખાતે વેબિનારનું આયોજન કરાયું

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial