Gujarat Jan Ekta
તાજા સમાચાર
Breaking News ટોપ ન્યૂઝ

નવરાત્રી કે લવરાત્રી !!? – વડોદરામાં મિત્રને મળવા રાતે ગયેલી સગીરા પર ગેંગરેપ – જાણો વધુ

સંકેત પંડ્યા – જર્નાલિસ્ટ

ગુજરાત રાજયમાં નવરાત્રીને નવદુર્ગાની ઉપાસના ગણવામાં આવે છે પરંતુ આજના કળિયુગમાં નવરાત્રીને લવરાત્રી ગણવામાં આવે તો નવાઇ નહી !!. આ વાતનું ઉદાહરણ આજે જોવા મળ્યું. સંસ્કાર નગરી તરીકે ઓળખાતાં વડોદરામાં જ સગીરા પર ગેંગરેપનો બનાવ સામે આવ્યો છે. વડોદરામાં ભાયલીમાં નવરાત્રીના બીજા દિવસે સગીરા પર 2 મિત્રોએ ગેંગરેપ કર્યો હતો.

રેપ બાદ ગુનેગારો સ્થળ ઉપરથી રફુચક્કર થઇ ગયા હતા અને ત્યાર બાદ મિત્ર સાથે પીડિતાએ ફરિયાદ કરતાં ઘટનાસ્થળે પહોંચીને પોલીસે એરિયાને ઘેરી લીધો અને પુરાવા ભેગા કર્યાં હતા ત્યાર બાદ તેને આધારે 2 આરોપીઓને ઝડપી પાડ્યાં હતા.

જિલ્લા પોલીસ વડા રોહન આનંદે શું કહ્યું ?

જિલ્લા પોલીસ વડા રોહન આનંદે કહ્યું કે પીડિતા તેના મિત્રને રાતે 11.30 વાગે મળી હતી ત્યાર બન્ને સ્કૂટી પર ભાયલી પહોંચ્યાં હતા આ સમય દરમિયાન રાતે 12 વાગ્યે બે બાઈક પર બેઠેલા પાંચ લોકોએ તેમને જોયા હતા અને આ વખતે પીડિતા અને તેના મિત્ર વચ્ચે કોઈક વાતે બોલાચાલી થઈ હતી અને બાઈક પર આવેલામાં પાંચમાંથી બે મિત્રોએ તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. એક યુવાને પીડિતાને પકડી રાખ્યો હતો બાકીના બે યુવતી સાથે દુષ્કર્મ આચરતાં રહ્યાં હતા.

Share

Related posts

ઝાલોદ નગરપાલિકાની આવનાર સંભવિત ચૂંટણીને લઈ કોંગ્રેસ દ્વારા મીટિંગ યોજાઈ

gujaratjanekta

દાહોદના ફતેપુરા તાલુકાના સાગડાપાડા – ૨ ખાતે પોષણ માહ નિમિતે વિવિધ કાર્યક્રમો યોજાયા

gujaratjanekta

ગોધરામાં જગતના નાથની નગરચર્યા : ભક્તિનો મહાસાગર છલકાયો

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial