Gujarat Jan Ekta
તાજા સમાચાર
Breaking News ગુજરાત ન્યૂઝ

માંડવીમાં નવરાત્રી પંડાલમાં પોલિસ દ્વારા બ્રેથ એનેલાઈઝર ટેસ્ટ બાદ પ્રવેશ

માંડવીમાં ગરબીના પંડાલમાં ખેલૈયાઓને દારૂ પીને છાટકા બનતા તત્વો રંઝાડે નહી તે હેતુથી ગરબીના પ્રવેશ દ્વાર પર જ પોલીસ દ્વારા બ્રેથ એનેલાઈઝર ટેસ્ટ કરવામાં આવે છે.

આદ્યશક્તિની આરાધના પર્વમા બાલીકાઓ,યુવાનો, બાળકો, સહિત મોટી સંખ્યામાં નગરજનો ગરબી જોવા તેમજ રાસ ગરબા રમવા જતા હોય છે. કોઈ કેફી પીણું પી ને પ્રવેશ ન કરે તે માટે પોલીસ દ્વારા ખાસ ડ્રાઇવ ગોઠવી શંકાસ્પદ લાગતા લોકોને બ્રેથ એનેલાઈઝર દ્વારા ચેકિંગ કરવામાં આવે છે. હિન્દુ યુવા સંગઠન નવરાત્રિના આયોજકો દ્વારા પંડાલમાં દારૂ પી ને કોઈ ન આવે તે માટે પોલીસ પાસે માંગ કરાઈ હતી. ખેલૈયાઓને કોઈને હેરાનગતિ ન થાય તે હેતુથી જે જે જગ્યાએ ગરબી ચાલુ છે ત્યાં પીઆઈ ડી.ડી. સિમ્પીના સુચના મૂજબ પોલીસ કર્મચારીઓ દ્વારા બ્રેથ એનેલાઈઝર દ્વારા ચેકિંગ કરાઈ રહી છેં.

Share

Related posts

ડોમેસ્ટિક એરપોર્ટના સર્વે મુદ્દે ઝાલોદ આપ પાર્ટી મેદાને/કામ બંધ કરાવવા મુખ્યમંત્રીશ્રી સુધી પાર્ટીએ કરી રજૂઆત

gujaratjanekta

બી એલર્ટ – સુરતમાં ઈલેક્ટ્રીક સ્કૂટરનીમાં બ્લાસ્ટ, એક વ્યક્તિ ગંભીર ઘાયલ

Admin

ગુરુદેવ રવિન્દ્ર શાળા વિકાસ સંકુલ 4 ઝાલોદ માં સંકુલ કક્ષા ના વિજ્ઞાન મેળો યોજાયો

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial