Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ઝાલોદ નગરમાં અચાનક વરસાદ પડતાં વ્યાપારી વર્ગની ગ્રાહકી ખોરવાઈકમોસમી વરસાદ થી પૃથ્વીનો તાત ( ખેડૂત) ચિંતિત પલટાતા હવામાનને લઈ બીમારીઓ વધે તેવી શકયતા

પંકજ પંડત

ઝાલોદ નગરમાં હાલ દિવાળી ટાણે રસ્તાઓ પર ખૂબ ભીડ જોવા મળે છે. દિવાળી પછી આદિવાસી સમાજમાં ચાલતા મકાનનું વાસ્તુ તેમજ લગ્નો યોજાતા હોય છે તેને લઈ નગરની દુકાનોમાં હાલ ખૂબ ભીડ જોવા મળી રહેલ છે અને સારો વ્યાપાર ચાલશે તેની આશામાં વેપારી વર્ગ ખુશ જોવા મળે છે તેવામાં નગરમાં અચાનક વરસતા વરસાદ થી નગરમાં આવેલ ગ્રાહકો વરસાદને લઈ જતા રહેલ હતા જેને લઈ વ્યાપારી વર્ગની દુકાનો ખાલી જોવા મળતી હતી. અચાનક પલટાયેલ મોસમને લઈ વ્યાપારી વર્ગની ગ્રાહકી બગડતા ચિંતિત જોવા મળતો હતો.બીજી બાજુ આ પૃથ્વીનો તાત ( ખેડૂત ) પણ ચિંતિત જોવા મળતો હતો. અચાનક વરસતા વરસાદને લઈ ખેડૂતને પોતાનો પાક ખરાબ ન થઈ જાય તેની ચિંતા પણ સતાવી રહેલ છે. કમોસમી વરસાદ ને લઈ ખેડૂત વર્ગ નો પાક નહી પાકે તો શું થશે તેવી ચિંતામાં પણ જોવાઈ રહેલ છે. હાલ પલટાયેલ ( કમોસમી વરસાદ) ને લઈ ખેડૂત વર્ગ ચિંતિત જોવા મળી રહેલ છે.હાલ નગરમાં શિયાળાની ઋતુમાં કમોસમી વરસાદને લઈ બીમારી વધી શકે તેવી સંભાવનાઓ જોવાઈ રહેલ છે કેમકે નગરમાં ગરમી, ઠંડી અને વરસાદ ત્રણે ઋતુ ઓનો સમન્વય થઈ રહેલ છે. આ ત્રણેય ઋતુ એક સાથે જોવા મળતા શરદી,ખાંસી, કફ, તાવ જેવી બીમારીઓ માથું ઉંચકી શકે છે જેને લઈ દવાખાના ઓમા આગામી દિવસોમાં ભીડ જોવા મળે તો નવાઈ નહીં. હાલ તો આદીવાસી સમાજ વાસ્તુ, લગ્ન, ખેતી બગડવી તેમજ બીમારી જેવા મોટા ખર્ચને લઈ ચિંતિત જોવા મળી રહેલ છે.

Share

Related posts

પ્રાંત અધિકાર, ના.મામલતદાર સહિત ૪ સામે કલમ 306, 181, 182, 114 અને એટ્રોસિટી એક્ટની કલમ 3(1) (10) મુજબ ફરિયાદ નોંધવા કોર્ટનો આદેશ – જાણો વધુ

gujaratjanekta

દાહોદ ખાતે સાંસદજશવંતસિંહ ભાભોરના અધ્યક્ષ સ્થાને સાંસદ ખેલ મહોત્સવ ૨૦૨૫નું આયોજન કરવામાં આવ્યું હતું.

gujaratjanekta

ઝાલોદ કન્યા શાળાના નવીન બાંધકામમાં કોન્ટ્રાક્ટરની ગંભીર બેદરકારી : બાલવાટિકા જતા બાળકોનુ જીવ જોખમમાં

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial