બાળ કલ્યાણ સમિતિ વડોદરા ના ઉપક્રમે ધોરણ-૧૦ અને ધોરણ-૧૨ની પરીક્ષામાં ઉત્તીર્ણ થયેલા વિદ્યાર્થીઓ માટે શિલ્ડ વિતરણનો કાર્યક્રમ સમાજ સુરક્ષા સંકુલ ખાતે રાખવામાં આવેલ હતો.
આ કાર્યક્રમ બાળક્લ્યાણ સમિતિના ચેરમેન શંકરલાલ ત્રિવેદીના અધ્યક્ષપણા હેઠળ અને સભ્યશ્રીઓ શ્રીમતી ભારતીબેન બારોટ,સભ્યશ્રી ઘનશ્યામભાઈ સોલંકી,સભ્ય શ્રી મણિલાલ વાછાણી અને સભ્યશ્રી શૈલેષસિંહ પરમાર ઉપસ્થિત રહેલા હતા તેમજ કાર્યક્રમને સફળ બનાવવા જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી શ્રી મયંકભાઇ ત્રિવેદી, જિલ્લા બાળ સુરક્ષા અધિકારી શ્રી અમિતભાઈ વસાવા, સમાજ સુરક્ષા સંકુલના મેનેજર શ્રી મુકેશભાઈ મોદી તેમજ બાળ કલ્યાણ સમિતિના સભ્ય સચિવ પારૂલબેન પરમાર ની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ ઉજવવામાં આવ્યો હતો વડોદરા જિલ્લાના વિવિધ બાળ સંભાળ ગૃહોમાંથી અધિક્ષકો તેમજ ધોરણ 10 અને 12 માં પાસ થયેલા તેજસ્વી તારલાઓ પણ ઉપસ્થિત રહેલ હતા આ તમામ બાળકોને ભવિષ્યમાં ભણવામાં વધુ મોટીવેશન મળે તે હેતુથી ચેરપર્સન શ્રી શંકરલાલ ત્રિવેદી દ્વારા ઉદબોધન આપવામાં આવેલ અને ત્યારબાદ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીશ્રી મયંકભાઇ ત્રિવેદી દ્વારા સુંદર આયોજન બદલ બાળ ક્લ્યાણ સમિતીનો આભાર માનવામા આવેલ તેમજ તમામ બાળકોને શીલ્ડ વિતરણ નું કાર્યક્રમ હાથ ધરેલ અને તમામ સંસ્થાના બાળકો અભ્યાસ પ્રત્યે જાગ્રુત્ત બને તે માટે શૈક્ષણિક કીટ વિતરણ કરવા અંગે જાહેરાત કરવામા આવેલ.. સમાજ સુરક્ષા સંકુલની ટીમ તથા સંધ્યાબેન દ્વારા કાર્યક્રમ માટે સુંદર આયોજન કરેલ હતું જિલ્લા બાળ સુરક્ષા અધિકારી શ્રી અમિતભાઈ વસાવા દ્વારા કાર્યક્રમની આભારવિધી કરવામાં આવી હતી.

