Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

દાહોદ જિલ્લા પોલીસ અધિક્ષક ડૉ રાજદિપસિંહ ઝાલાની અધ્યક્ષતા હેઠળ ઝાલોદ, લીમડી, સુખસર, ફતેપુરાના રામનવમીના આયોજકો સાથે મીટીંગ યોજાઈ

પંકજ પંડિત

શાંતિમય વાતાવરણ તેમજ કોઈની ધાર્મિક ભાવના ને હાનિ ન પહોંચે તેવા નિર્દેશ કરાયાદાહોદ જિલ્લા પોલિસ અધિક્ષક ડૉ. રાજદિપસિંહ ઝાલા ની અધ્યક્ષ સ્થાને ઝાલોદ ડી.વાય.એસ.પી ઓફિસ ખાતે ઝાલોદ, લીમડી, સુખસર અને ફતેપુરાના રામનવમીના આયોજકો સાથે એક મીટિંગ યોજવામાં આવી હતી.દાહોદ જિલ્લા પોલિસ અધિક્ષક દ્વારા ચારે વિસ્તારના આયોજકો સાથે આયોજનમાં કોઈ ખામી અને સ્થાનિક વિસ્તારમા કોઈ સંવેદનશીલ સમસ્યા છે કે નહીં અને જો હોય તો તેના નિવારણ માટે સૂચન પણ આપવામાં આવ્યા હતા. પોલીસ અધિક્ષક દ્વારા ભગવાન રામની રામયાત્રા શાંતિમય રીતે યોજવા માટે સૂચન આપ્યા હતા. જેમકે કોઈ અશ્લીલ ગીતો ન વગાડવા ફક્ત યાત્રા ને અનુરૂપ ગીતો વગાડવા, કોઈ પણ જાતની અફવામા ન જોડાવું, સોશિયલ મીડિયા અથવા જાહેરમાં કોઈના સ્વાભિમાનને હાનિ પહોંચે તેવા નિવેદનો ન કરવા, કોઈ પણ ધર્મ વિશે ખોટી વાતો ન કરવી, કોમી એકતા જાળવવી,કોઈ પણ જાતનું નશીલી વસ્તુનું સેવન ન કરવું જેવા સૂચનો આપ્યા હતા.ઉપસ્થિત સહુ આયોજકો એ પોલિસ તંત્રને પૂરો સહકાર આપી યાત્રા યોજીસુ તેમજ કોઈપણ વ્યક્તિ યાત્રાને અવરોધ રૂપ કાર્યો કરશે તો પોલિસ તંત્રને જાણ કરીશું તેવું કહ્યું હતું. છેલ્લે દાહોદ જિલ્લા પોલિસ અધિક્ષક દ્વારા આવનાર રામનવમીના ઉત્સવની શુભકામનાઓ પણ આપી હતી.

Share

Related posts

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પહેલા એન્ટી ઈન્કમ્બન્સીને લઈને ચોંકાવનારી વિગતો આવી સામે

Admin

ઝાલોદ સોમનાથ મહાદેવ મંદિરે સનાતન ધર્મ સાથે જોડાયેલ લોકો માટે શક્તિ સંગમ પ્રોગ્રામ યોજાયો

gujaratjanekta

ગોધરામાં ખાણ ખનીજ વિભાગની કાર્યવાહી : ગેરકાયદે રેતી-બ્લેક વહન કરતા 3 ટ્રેકટર સહિત ૨ ડમ્પર મળી ૭૫ લાખનો મુદ્દામાલ જપ્ત – જાણો વધુ

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial