Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

દાહોદ જિલ્લાનું બુથ સંમેલન ઝાલોદ નગરમાં ગોયલ પેલેસ ખાતે સી.આર.પાટીલની આગેવાની હેઠળ યોજાયું

પંકજ પંડિત- ઝાલોદ.

 

દાહોદ જિલ્લાના ભાજપના તમામ ધારાસભ્યો , જિલ્લા પંચાયત સભ્યો, તાલુકા પંચાયત સભ્યો તેમજ કાર્યકર્તાઓ એ પ્રોગ્રામમાં હાજરી આપીસી.આર.પાટીલનની હાજરીમાં 500 થી વધુ કોંગ્રેસના કાર્યકર્તાઓ એ ભાજપનો ખેસ પહેર્યોભાજપ ગુજરાતના પ્રમુખ સી.આર.પાટીલ દ્વારા આજરોજ તારીખ 08-04-2024 સોમવારના રોજ દાહોદ જિલ્લાનું ભાજપનુ બુથ સમ્મેલન ઝાલોદ મુકામે ગોયલ પેલેશ ખાતે યોજવામાં આવ્યું હતું. આ બુથ સમ્મેલનમાં દાહોદ જિલ્લા માથી તમામ બુથ પ્રમુખો તેમના કાર્યકર્તાઓ સાથે હાજર રહેલ હતા. આ બુથ સમ્મેલનમાં આસરે 3000 થી વધુ બુથ પ્રમુખો ઉપસ્થિત રહેલ હતા.ગુજરાત ભાજપના પ્રમુખ સી.આર.પાટીલ અંદાજીત 11:15 વાગ્યાના સમયે હેલિકોપ્ટર દ્વારા ઝાલોદ મુકામે ગોયલ પેલેશ ખાતે આવી પહોંચેલ હતા. પ્રોગ્રામ નિયત સમય કરતા મોડો ચાલુ થયેલ હતો. સી.આર.પાટીલ દ્વારા ઉપસ્થિત સૌ ભાજપના બુથ પ્રમુખ, પેજ પ્રમુખ ,શક્તિ કેન્દ્રના પ્રમુખો તેમજ દાહોદ જિલ્લાના તમામ અગ્ર હરોળના ભાજપના નેતાઓને સંબોઘન કરતા કહેલ કે આ વખતે દાહોદ જિલ્લાના સાંસદ તરીકે જશવંતસિંહ ભાભોરને 5,00,000 કરતા વધુ વોટો થી જીતાડવાના છે અને જો વધુ આકરી મહેનત કરશો તો સામે પક્ષે ઉભા રહેનાર તમામ ઉમેદવારોની ડીપોઝીટ જપ્ત થઈ જાય તે રીતનું કાર્ય દરેક બુથ પ્રમુખોએ કરવાના છે.ભારતના વડાપ્રધાન નરેંદ્ર મોદીના ગેરંટીમા દરેક ભારતીયોને વિશ્વાસ મૂક્યો છે તેમજ નરેન્દ્ર મોદી દ્વારા કરાયેલ દરેક કાર્યો મતદારો સુધી લઈ જવાનું કામ બુથ પ્રમુખોનુ છે. નરેન્દ્ર મોદીના જન કલ્યાણ કાર્યોમાં મતદાતાઓ એ વિશ્વાસ મૂક્યો છે. દરેક મતદારોને મતદાન સુધી લઈ જવાનું કામ બુથ પ્રમુખ, પેજ પ્રમુખોનુ છે. ભાજપના વિજયમાં બુથ પ્રમુખો, પેજ પ્રમુખોના સભ્યોનો સિંહ ફાળો છે.
1000 મતનો માલિક એટલે બુથ પ્રમુખ કહેવાય છે તેમજ બુથ પ્રમુખના નેજાં હેઠળ 13 થી વધુ કાર્યકર્તાની કમેટી હોય છે. બુથ પ્રમુખ દ્વારા સોંપેલી કામગીરી દરેક ભાજપના કાર્યકર્તાઓએ નિષ્ઠા થી કરવાની છે. બુથ પ્રમુખ મીટીંગ યોજી પોતાના વિસ્તારને વધુ મજબૂત બનાવે તેમજ જે બુથમા ભાજપને ઓછા મત મળે છે ત્યાં વધુ સક્રિયતા થી કામગીરી કરી તે બુથને પ્લસમા લેવાના છે.
છેલ્લે ભાજપ દ્વારા મળેલ માહિતી મુજબ કોંગ્રેસના 500 થી વધુ કાર્યકરોએ સી.આર.પાટીલના હસ્તે ભાજપનો ખેસ પહેર્યો હતો. આજના બુથ સંમેલનમાં દરેક ઉપસ્થિત બુથ પ્રમુખ તેમજ કાર્યકર્તાઓ પાસે જસવંતસિંહ ભાભોરને 500000 થી વધુ લીડ થી જીતાડવાનો સંકલ્પ લેવડાવવામા આવ્યો હતો.

 

 

Share

Related posts

રાજકોટ બેડી માર્કેટ યાર્ડમાં આજે જીરૂની 490 કવીન્‍ટલની આવક, એક મણના ભાવ 5000 થી 5925 રૂપીયાના ભાવે સોદા પડયા

Admin

દાહોદ જિલ્લામાં ઓબ્ઝવર્સશ્રીઓની ઉપસ્થિતિમાં ચૂંટણીની ચૂંટણી તૈયારીઓની સમીક્ષા બેઠક યોજાઇ

Admin

દાહોદ માં લૂંટ, ધાડ, ઘરફોડને ચોરીના નાસ્તા ફરતાઆરોપીઓને પકડી પાડતી દાહોદ પોલીસ.

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial