Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ઝાલોદ નગર હિન્દુ હિત રક્ષક સમિતિ દ્વારા પહલગામમા થયેલ આતંકી હુમલા વિરુદ્ધ આક્રોશ વ્યક્ત કરવામાં આવ્યો

પંકજ પંડિત

ઝાલોદ વિવિધ કાર્યક્રમો સાથે નગર બંધ રાખી સહુને પ્રોગ્રામમાં જોડાવવા હાકલ કરવામાં આવી ભારતના જમ્મુ કાશ્મીરના પહલગામ સ્થિત બૈસરન ખીણમા થયેલ આતંકી હુમલામાં 26 પર્યટકોની ક્રૂરતા પૂર્વક હત્યા કરવામાં આવતા આખો દેશમા પર્યટકો પર થયેલ હુમલા થી માતમ છવાઈ ગયેલ છે. આ જેહાદી આતંકવાદીઓએ જે કાયર કૃત્ય કરેલ છે તેને લઈ આખા ભારત દેશમાં આ જેહાદી આતંકવાદીઓ વિરુદ્ધ ગુસ્સો જોવા મળી રહેલ છે. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ, રક્ષા મંત્રી રાજનાથસિંહ દ્વારા આ આતંકવાદીઓને પોષતા એવા પાકિસ્તાન વિરુદ્ધ કડક પગલાં લેવામાં આવી રહેલ છે.ઝાલોદ નગર હિન્દુ હિત રક્ષક સમિતિની એક બેઠક મહાદેવ મંદિર લુહારવાડા ખાતે આતંકવાદી જે હિંદુઓની ધર્મ અને જાતિ પૂછી હત્યા કરી છે તેવા આતંકવાદીઓ પ્રત્યે ભારે રોષ ઠાલવવામા આવ્યો હતો.જે આતંકવાદીઓએ ધર્મ અને જાતિ પૂછી નિર્દોષ લોકોની ક્રૂરતા પૂર્વક જે હત્યા કરી છે તેવા આતંકવાદીઓ પ્રત્યે ભારે આક્રોશ સાથે 25-04-2025 શુક્રવારના રોજ ઝાલોદ નગર બંધ રાખી જે હિન્દુ પર્યટકોની હત્યા થયેલ છે તેવા આતંકવાદીઓનો વિરોધ કરવા સમગ્ર નગરના હિંદુઓને જોડાવવા અપીલ કરવામાં આવી છે.25-04-2025 ના રોજ ઝાલોદ બંધ રાખી જેહાદીઓ વિરુદ્ધ આક્રોશ વ્યક્ત કરતા બેનર પોસ્ટર સાથે બાઇક રેલી મુવાડા થી આખા નગરમાં ફરનાર છે. આ બાઈક રેલી મુવાડા રામજી મંદિર થી ચાલુ થઈ, ભીલ રાજા વસૈયા ચોક ,બસ સ્ટેશન સરદાર ચોક ,આંબેડકર ચોક ,ડબગરવાસ , ગીતા મંદિર, કોળીવાડા,મીઠાચોક, રામ સાગર તળાવ, સોમનાથ મહાદેવ મંદિર, શહિદ રાજેશ ચોક થઈ ભરત ટાવર પર પૂર્ણ કરવામાં આવશે તેમજ સાંજે ચાર વાગ્યે આક્રોશ પગપાળા રેલી નગરમાં ફરશે છેલ્લે ભરત ટાવર પર આક્રોશ રેલી પૂર્ણ થતાં ત્યાં ધરણા કાર્યક્રમ, આતંકવાદ પીડિતોને શ્રદ્ધાંજલિ અને આતંકવાદના પૂતળા દહનનો પ્રોગ્રામ રાખવામાં આવેલ છે. ઉપરોક્ત આક્રોશ રેલીમાં નગરના મોટા પ્રમાણમાં જેહાદીઓ વિરુદ્ધ આક્રોશ વ્યક્ત કરવા નગરના હિન્દુઓ પોતાના વ્યાપાર બંધ રાખી હિન્દુ હિત રક્ષક સમિતિને સંપૂર્ણ સહયોગ કરી જોડાય તેવી અપીલ કરવામાં આવેલ છે.

Share

Related posts

પંજાબથી તમામ મોટા દેશો કેન્દ્ર સરકાર જલ્દી શરુ કરે આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ: રાઘવ ચઢ્ઢા

Admin

ઝાલોદ આદમી પાર્ટીએ પ્રજાના મુખ્ય પ્રશ્નોનો ત્વરિત પુર્ણ થાય તેવી અપેક્ષા સાથે પ્રતિક ઉપવાસ કાર્યક્રમ કાર્યકર્તાઓએ યોજ્યો

gujaratjanekta

ભારત સરકારે દ્વારા આગામી વર્ષ ૨૦૨૩-૨૪માં ખરીફ પાકોની ખરીદી માટે ટેકાના ભાવ જાહેર – જાણો વધુ

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial