Gujarat Jan Ekta
તાજા સમાચાર
Breaking News ટોપ ન્યૂઝ

લોકસભા ચૂંટણીની તારીખો આજે થઇ શકે છે જાહેર !!

પ્રાપ્ત માહિતી પ્રમાણે લોકસભાની ચૂંટણીને લઈને દેશભરમાં રાજકીય તાપમાન ઘણું ઊંચું પંહોચી ગયું છે. દરેક પાર્ટીઓ પોતાના ઉમેદવારોની જાહેરાત કરી રહી છે, એવામાં લોકસભા ચૂંટણીની તારીખને લઈને એક મોટું અપડેટ સામે આવ્યું છે. સૂત્રો અનુસાર ચૂંટણી પંચ 15 માર્ચે એટલે કે આજે લોકસભા ચૂંટણીની તારીખોની જાહેરાત કરી શકે છે.

લોકસભા ચૂંટણીની જાહેરાતનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. આવી સ્થિતિમાં હવે ગમે ત્યારે તારીખોની જાહેરાત થઈ શકે છે. તારીખોની જાહેરાત થતાંની સાથે જ દેશમાં ચૂંટણી આદર્શ આચારસંહિતા લાગુ કરવામાં આવશે. રાજકીય પક્ષોએ અનેક પ્રકારના બંધનોનું પાલન કરવું પડશે. સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ જમ્મુ-કાશ્મીરમાં લોકસભા અને વિધાનસભાની ચૂંટણી એક સાથે થઈ શકે છે.

આ વખતની વાત કરીએ તો લોકસભા ચૂંટણીની સાથે જ ચૂંટણી પંચ જમ્મુ-કાશ્મીર, આંધ્રપ્રદેશ, ઓડિશા, અરુણાચલ પ્રદેશ જેવા રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીની પણ જાહેરાત કરી શકે છે. સાથે જ એવું પણ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે આગામી લોકસભા ચૂંટણી પણ 2019ની જેમ સાત તબક્કામાં યોજાઈ શકે છે.

Share

Related posts

કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ-૨૦૨૪ દાહોદમાં ધાનપુર તાલુકાની ૨ પ્રાથમિક શાળા તેમજ ૧ સરકારી માધ્યમિક શાળા ખાતે કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવની ઉજવણી કરાઈ

gujaratjanekta

ઝાલોદ વિધાનસભાના ધારાસભ્ય મહેશ ભૂરીયા ફતેપુરાના ધારાસભ્ય રમેશ કટારાના મંત્રીપદના પદભાર સમારંભમાં ઉપસ્થિત રહ્યા

gujaratjanekta

ઝાલોદની કૉલેજમાં ફાયર સેફ્ટી સિસ્ટમનું પ્રશિક્ષણ યોજાયું

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial