Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

પંચાયત અને કૃષિ મંત્રીશ્રી બચુભાઈ ખાબડ અને સાંસદશ્રીના હસ્તે પીપલોદ તેમજ બોરડી ખાતે રૂા. ૮૩ કરોડના ખર્ચે તૈયાર થયેલ રેલવે ઓવરબ્રીજનું લોકાર્પણ કરાયુ


કેતન ભટ્ટ.

ઘણા વર્ષોની લાંબી રાહ પછી આ શુભ અવસર આવ્યો છે. જેના થકી લોકોને જે હાલાકી પડતી હતી તે હવે દુર થઈ છે. આવનારા વર્ષ ૨૦૨૭ સુધીમાં આપણું ભારત વિશ્વની ૩ જી મોટી ઈકોનોમી બનવા તરફ જઈ રહ્યું છે.- પંચાયત અને કૃષિ મંત્રીશ્રી બચુભાઈ ખાબડ

૪૨ કરોડના ખર્ચે પીપલોદ – રણધીકપુર તેમજ ૪૧ કરોડના ખર્ચે બોરડી – દાહોદ ખાતે તૈયાર થયેલ નવનિર્મિત રેલવે ઓવર બ્રિજનું લોકાર્પણ કરાયું

દાહોદ:-પંચાયત અને કૃષિ મંત્રીશ્રી બચુભાઈ ખાબડએ જણાવ્યું હતું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ભારત વિશ્વની ૧૧ મી ઈકોનોમીથી પાંચમી ઈકોનોમી બન્યું છે. આવનારા વર્ષ ૨૦૨૭ સુધીમાં વિશ્વની ૩ જી મોટી ઈકોનોમી બનવા તરફ જઈ રહ્યું છે. જેનાથી દેશના લોકોને દરેક ક્ષેત્રે લાભો મળશે. વડાપ્રધાનશ્રીએ કોરોનાથી આખું વિશ્વ ત્રસ્ત હતુ ત્યારે કોરોનાની રસી દેશમાં જ બનાવી
દેશવાસીઓને તેમજ અન્ય ૧૨૦ દેશોને પણ વિનામૂલ્યે રસી પુરી પાડી હતી. કોરોનાકાળ દરમિયાન ભૂખમરા સામે લડવા વિનામુલ્યે અનાજ આપવાની શરૂઆત વડાપ્રધાને કરી હતી. જે આજ દિન સુધી અવિરત વિનામુલ્યે ચાલી રહી છે. પિપલોદ ખાતે એલ.સી. ફાટક નં. ૨૮ ઉપર રેલવે ઓવરબ્રિજ બનવાથી રણધિકપુરથી પિપલોદ તરફ આવતા જતા આસપાસના તમામ ગામના લોકોને નોકરી ધંધાર્થે રેલવે સ્ટેશન તથા ને.હા. ઉપર આવવા જવા માટે ધંધા રોજગારી તેમજ વાહન વ્યવહારમાં સરળતા રહેશે. એ રણધિકપુર સાથે સીધુ જોડાણ થવાથી લોકોના સમય અને ઈંધણની પણ બચત થશે. ઘણા વર્ષોની લાંબી રાહ પછી આ શુભ અવસર આવ્યો છે. જેના થકી લોકોને જે હાલાકી પડતી હતી તે હવે દુર થઈ છે.
આ અવસરે સાંસદશ્રી જશવંતસિંહ ભાભોરે જણાવ્યું હતુ કે, આઝાદી પછી પહેલી વખત રેલવે ક્રોસિંગ ઓવર બ્રિજનો કાયાકલ્પ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં થઈ રહ્યો છે. ઓવરબ્રિજના નિર્માણથી લોકોને ફાટકની સમસ્યામાંથી છુટકારો મળશે. ઇમરજંસી હોસ્પિટલ માટે, સગર્ભા બહેનો માટે, વ્રુદ્ધો માટે આવન જાવન માટે હવે સરળતા રહેશે. આવનાર સમયમાં આપણો દાહોદ જિલ્લો વિકાસના છેલ્લે સ્ટેજ પર હશે એવો વિશ્વાસ વ્યક્ત કરતાં રેલવે ઓવર બ્રિજના લોકાર્પણ થકી પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીના વિકસિત ભારતના સંકલ્પને સાકારને કરવા સૌને વિકસિત ભારતમાં સહકાર આપવા સૌને આહવાન કર્યું હતું. એ સાથે બોરડી અને દાહોદને જોડતા રેલવે ઓવર બ્રિજ થકી પણ બોરડી સહિત એમ.પી. તરફ જવા આવવા માટે સરળતા રહેશે.
ધારાસભ્યશ્રી કનૈયાલાલ કિશોરીએ પ્રાસંગિક ઉદ્બોધન આપતા જણાવ્યુ હતુ કે , ભૂતકાળની કોઈ સરકારે જો દેશના વિકાસ માટે વિચાર્યું હોત તો આપણા દેશમાં કોઈ પ્રશ્નો કે સમસ્યા જ ન ઉદભવી હોત. રેલવે ક્રોસિંગ કારણે આ વિસ્તારમાં ઓવર બ્રિજ બનતા દાહોદ વાસીઓને અવર જવર માટેના સમયનો બચાવ થશે. ભૂતકાળની કોઈપણ સરકારે જો આ બાબતે વિચાર્યું હોત તો આજે કોઈ પ્રશ્નો ન હોત એમ જણાવી સાંસદશ્રીએ કહ્યું કે ઓવર બ્રિજને ખુલ્લો મુકાતાં સમગ્ર દાહોદ જિલ્લાવાસીઓને પણ ફાયદો થશે.
આ પ્રસંગે ધારાસભ્ય શ્રી મહેન્દ્રભાઈ ભાભોર,જિલ્લા પંચાયત પ્રમુખશ્રી કરણસિંહ ડામોર, રતલામ રેલ્વે વિભાગના રેલ પ્રબંધકશ્રી અશફાક અહમદ, વરિશ્ઠ રેલ્વે ઇંજિનિયર નિર્મલકુમાર મીના, રેલવેના અધિકારીશ્રીઓ જિલ્લા પંચાયત ઉપપ્રમુખ સુશ્રી અરવિંદાબેન, જિલ્લા પંચાયતના સભ્ય શ્રીઓ,તાલુકા પંચાયત સભ્ય શ્રીઓ ,સરપંચ શ્રીઓ ,નગરપાલિકાના પ્રમુખ શ્રી નીરજ દેસાઈ ,નગરપાલિકાના ઉપપ્રમુખ સુશ્રી શ્રદ્ધાબેન ,નગરપાલિકાના કાઉન્સિલર શ્રીઓ સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.

Share

Related posts

સુરતમાં 2 લાખના વિદેશી પક્ષીની જોડીની ચોરી થતા પોલીસ ફરીયાદ નોંધાઈ

Admin

ધારાસભ્ય રમેશભાઈ કટારા દ્વારા તાલુકા પંચાયતના સભાખંડમાં અધિકારી કર્મચારીઓની મિટીંગ યોજાઈ

Admin

ઝાલોદ પોલિસ દ્વારા આગામી દિવસોમાં યોજાનારા હિન્દુ સમાજના તહેવારો ને અનુલક્ષી નગરમાં ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવી હતી.

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial