Gujarat Jan Ekta
તાજા સમાચાર
Breaking News

ઝાલોદ તાલુકાના મુણધા ગામે બાઈક સ્લીપ ખાતા એક નું મોત :એક ઈજાગ્રસ્ત..

 સંકેત પંડ્યા – એડિટર
દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના મુણધા ગામે એક મોટરસાઈકલના ચાલકે પોતાના કબજાની મોટરસાઈકલ પુરઝડપે હંકારી લાવતાં મોટરસાઈકલ પર સવાર ચાલક સહિત બે જણા ફંગાળાતાં એકનું ગંભીર ઈજાઓને પગલે મોત નીપજ્યાંનું જાણવા મળે છે.
 ઝાલોદ તાલુકાના મુણધા ગામે મુણધી ગામે રહેતો શૈલેષભાઈ બદીયાભાઈ કલારે પોતાના કબજાની મોટરસાઈકલ પર દાહોદ જિલ્લાના સીંગવડ તાલુકાના સુડીયા ગામે કામોળ ફળિયામાં રહેતાં સમસુભાઈ મનાભાઈ કામોળને મોટરસાઈકલની પાછળ બેસાડી પોતાના કબજાની મોટરસાઈકલ ઝાલોદ તાલુકાના સિંચાઈ ગામેથી પુરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લઈ પસાર થઈ રહ્યો હતો તે સમયે મોટરસાઈકલની વધુ પડતી ઝડપના કારણે મોટરસાઈકલ પરથી બંન્ને જણા ફંગોળાતાં જેને પગલે મોટરસાઈકલની પાછળ બેઠેલ સમસુભાઈને શરીરે, હાથે પગે અને માથાના ભાગે ગંભીર જીવલેણ ઈજાઓ પહોંચતાં તેમનું મોત નીપજ્યું હતું.
સુડીયા ગામે કામોળ ફળિયામાં રહેતાં દલાભાઈ મના ભાઈ કામોળે લીમડી પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Share

Related posts

સાસરીયાના ત્રાસથી કંટાળી પરણીતાએ ૩ વર્ષના બાળક સાથે કર્યો આપઘાત – જાણો વધુ

gujaratjanekta

દાહોદ કલેકટર કચેરી ખાતે કલેકટરશ્રી યોગેશ નિરગુડે સહિત અધિકારીઓ/કર્મયોગીઓએ રાષ્ટ્રીય એકતા ઉજવણીના ભાગરૂપે શપથ ગ્રહણ કર્યા.

gujaratjanekta

પંચમહાલ જીલ્લા વહિવટી તંત્રની કાર્યવાહી : બાળ લગ્ન અટકાવ્યા

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial