પંકજ પંડિત.
ઝાલોદ નગરપાલિકાએ નગરને કચરા મુક્ત કરવા 15.માં નાણાંપંચની ગ્રાન્ટ માંથી છોટા હાથી 5 નંગની ખરીદી કરી જેથી નગરના દરેક વિસ્તારોમા સફાઈ અને કચરાના નિકાલની વ્યવસ્થા વધુ ઝડપી બને. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વચ્છ ભારત મિશનને વધુ ઝડપી થી સફળ બનાવવા તેમજ નગરના વિકાશ માટે સહયોગ થાય તેવા નવા વાહનોની ખરીદી અંગે નગરના ચીફ ઓફિસર દીપસિંહ હઠીલા એ વધુ માહિતી આપી હતી કે આગામી સમયમાં પાંચ નવા ટ્રેક્ટર , નગરની લાઈટ વ્યવસ્થા જાળવવા સીડી સાથેનુ નવું વાહન , નવું જે.સી.બી મશીન, પાણી પુરવઠા માટે પાણીની મોટર લાવવા લઈ જવા તેમજ અન્ય પાલિકાને મદદરૂપ થાય તે માટે એક વાહનની ખરીદી થઇ ગયેલ છે જે સાધનો આગામી સમયમાં નગરને મળી જવાના છે.ઝાલોદ નગરપાલિકા દ્વારા હાલ નગરની ડંપીંગ સાઈડ પર કચરાના શુદ્ધિકરણ માટેની સુંદર કામગીરી હાલ ચાલી રહેલ છે. તેમજ આ કચરા માથી ખાતર બને તે રીતનુ આયોજન હાલ ચાલી રહેલ છે.આમ હાલ ઝાલોદ નગરપાલિકા સુંદર આયોજન હેઠળ નગરને વિકસિત કરવાના પ્રોજેક્ટ પર કામગીરી કરી રહેલ છે. નગરપાલિકા દ્વારા આગામી સમયમાં નગરપાલિકા પાછળ આવેલ મેદાનને વધુ હાઈટેક બનાવી તેને ગાર્ડન સહિતની સુવિધા વિકસાવવામાં આવનાર છે. આવનાર સમયમાં મુવાડા ચોકડી થી વિશ્વકર્મા સુધી ,ફતેપુરા ચોકડી થી ઠુઠી સુધીના સ્માર્ટ રોડ બનાવવાની યોજના અને ભોજા તળાવના સુંદર વિકાસ માટે નગરપાલિકાના આયોજન છે તેમજ આગામી સમયમાં અનેક નવા ટેન્ડર નગરના વિકાશ માટે બહાર પડનાર છે. ગુજરાત સરકાર દ્વારા નગર પાલિકાના લાઇટ બીલ માટે 3.84 કરોડ મળનાર છે જેથી નગર પાલિકાનુ લાઈટ બિલ જીરો થઈ જનાર છે તેથી નગરજનો પણ નગર પાલિકાનો ટેક્સ સમયસર ભરી નગરના વિકાસમાં સહયોગ કરે તેવો આગ્રહ ચીફ ઓફિસર દીપસિંહ હઠીલા દ્વારા કરવામાં આવેલ છે.

