Gujarat Jan Ekta
તાજા સમાચાર
Breaking News ધર્મ દર્શન / રાશિફળ

ડભોઈ તાલુકાના ભિલોડિયા ગામે આગામી ૭ થી ૯ માર્ચે પૌરાણિક મંદિરનો જીર્ણોદ્ધાર અને પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે

જીગ્નેશ જોષી – પત્રકાર 

એેૈતિહાસિક ભીમનાથ મંદિરનો જીર્ણોદ્ધાર કાર્ય પૂર્ણ આગામી 7-8-9 માર્ચે ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ભિલોડિયા મુકામે ખુબજ ધામ ધૂમ અને ભક્તિમય વાતાવરણ માં યોજાશે. આ અંગે ગામની મંદિર નિર્માણ સમિતિ જણાવ્યું હતુ કે ત્રિદિવસીય કાર્યક્રમમાં ભવ્ય શોભાયાત્રા – મહાપૂજા – ભંડારો અને અનેક વિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામા આવનારુ છે.
ગામ લોકોના પરિવારે બહાર ગામ વસતા તમામ લોકોને કાર્યક્રમમાં હાજર રહેવા તેમજ ગામની તમામ દીકરીઓને પણ ગામે સહ પરિવાર આમંત્રણ પાઠવ્યું છે. આમ પૂરું ગામ આ ત્રી-દિવસીય મહોત્સવમાં એક સાથે સમૂહ ભાવનાથી જોડાશે.

ભીમનાથ મહાદેવ મંદિર વડોદરા જિલ્લાના ડભોઇ તાલુકાના ભિલોડિયા ગામે ઓરસંગ એરણ અને માછલી નદીના ત્રિવેણી સંગમ સ્થાને આવેલ છે. લોક વાયકા મુજબ આ શિવલિંગ પાંડવો દ્વારા સ્થાપિત કરેલ છે. આ મંદિર સાથે રાજા નળ અને દયમન્તિ ની કથા પણ જોડાયેલ છે. આમ આ પૌરાણિક અને ઐતિહાસિક ભીમનાથ મહાદેવ મંદિર આ વિસ્તારના શ્રદ્ધાળુઓ માટે આસ્થાનું કેન્દ્ર રહ્યું છે.

Share

Related posts

ગોધરા શહેર ના વોર્ડ નંબર ૭ મા બનતો મુખ્ય માર્ગ મા ગંભીર બેદરકારી કોન્ટ્રાકટર નો હવામાં ઉડતો જવાબ!

gujaratjanekta

ચોરી ઉપર સે સીનાજોરી : નમનાર ગામે હુમલાના બનાવમાં POLICE ની સાઠંગાંઠમાં ફરિયાદ !!

gujaratjanekta

બોગસ વોટીંગ કરો કે જે કરોએ 3000 વોટ પડી જવા જોઈએ – આ નિવેદન બાદ નેતાનો વીડિયો વાયરલ

Admin

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial