Gujarat Jan Ekta
તાજા સમાચાર
Breaking News ટોપ ન્યૂઝ

લો બોલો… એક ભુવો પુરાયો ત્યાં બાજુમાં બીજો ભુવો પડ્યો – જાણો વધુ

 

વડોદરામાં એક ભુવો પુરાયો ત્યાં નવો ભૂવો પડવાની ઘટના સામે આવી છે. શહેરવાસીઓ ને એક પછી એક ભૂવાની ભેંટ મળતા લોકો અચરજમાં મુકાયા છે. ફતેગંત વિસ્તારમાં એક જગ્યાએ પડેલો ભૂૂવો પુરાયાના ગણતરીના કલાકોમાં જ નજીકમાં ભૂવો પડવાની ઘટના સામે આવી છે.
વડોદરા સહિત રાજ્યભરમાં ચોમાસાની રુતુમાં ભૂવા પડતા હોય છે. પરંતુ વડોદરામાં ભૂવા પડવાનો સિલસિલો શિયાળાના અંતમાં જ શરૂ થઇ ગયો હોવાનું જોવા મળી રહ્યું છે. સ્થિતી એ હદે વણસી છે કે, એક ભૂવો પુરાય ત્યાં તો ગણતરીના કલાકોમાં નવો ભૂવો પ્રગટ થઇ જાય છે. ગતરોજ શહેરના વાહનોના અવર-જવરથી અતિવ્યસ્ત રહેતા ફતેગંજ ચાર રસ્તાથી સેફ્રોન ટાવર તરફ જવાના રસ્તાના વળાંક પર ભૂવો પડ્યો હતો. જેણે પાલિકાની નબળી કામગીરીનો પુરાવો આપ્યો હતો. આ ભૂવો પુર્યાને હજી ગણતરીના કલાકો નથી થયા ત્યાં તો આજે તેની નજીકમાં જ વધુ એક ભૂવો પડ્યાનું સામે આવ્યું છે.જેને કારણે વગર ચોમાસે તંત્ર દ્વારા શહેરીજનોને ખાડાનગરીની ભેંટ મળી હોવાનું જોવા મળી રહ્યું છે. પાલિકાનું તંત્ર શહેરને નબળા રસ્તા આપી રહ્યું છે, તે વારંવાર પડતા ભૂવાઓ પરથી ફલિત થાય છે. લોકોની ચિંતા એ વાતે વધારી છે કે, જો શિયાળામાં આ પ્રકારની સ્થિતી હોય તો ચોમાસામાં તો કેવી ભયાવહ સ્થિતી હોઇ શકે છે. લોકોનો વિશ્વાસ જીતવા માટે પાલિકા તંત્ર શું કાર્યવાહી કરે છે તે જોવું રહ્યું !!
Share

Related posts

શહેનાઝના રેમ્પ વોકથી સ્ટેજ પર આગ લાગી, અભિનેત્રીની હૂટિંગ પર પ્રતિક્રિયા!

Admin

૨૦૨૪ના વર્ષના પ્રથમ દિવસે ગુજરાતે સર્જ્યો સામૂહિક સૂર્ય નમસ્કારનો વિશ્વ વિક્રમ

gujaratjanekta

દેગામડા ગામે મહીસાગર તટે ₹૧.૫ કરોડના આધુનિક “શ્રી વિષ્ણુલોક ધામ”નું ભવ્ય લોકાર્પણ:અગ્રણીઓની પ્રેરણાદાયી ઉપસ્થિતિ વચ્ચે વૈદિક મંત્રોચ્ચાર સાથે જનતાને અર્પણ કરાયો પ્રકલ્પ

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial