Gujarat Jan Ekta
તાજા સમાચાર
Breaking News ગુજરાત ન્યૂઝ

બોગસ વોટીંગ કરો કે જે કરોએ 3000 વોટ પડી જવા જોઈએ – આ નિવેદન બાદ નેતાનો વીડિયો વાયરલ

 સંકેત પંડ્યા – એડિટર

પંચમહાલ જિલ્લામાં કાલોલ વિધાનસભા બેઠક પર ભાજપના ઉમેદવાર ફતેસિંહ ચૌહાણે જાહેર સભાને સંબોધતા મતદારોને ખુલ્લેઆમ કહ્યું હતું કે, બોગસ વોટીંગ કરો કે જે કરોએ 3000 હજાર વોટ પડી જવા જોઈએ. ખુલ્લેઆમ બોગસ વોટીંગનું કહેતા નેતાનો વીડીયો વાયરલ થઈ રહ્યો છે. પ્રથમ તબક્કાનું પ્રચાર પૂર્ણ થતાની સાથે જ બીજા તબક્કા માટે પ્રચાર તેજ બન્યો છે. તો બીજી તરફ રાજકીય પક્ષો પણ પોતાના ઉમેદવારને જીતાડવા માટે તમામ પ્રયાસો કરી રહ્યા છે. જો કે આ દરમિયાન ભાજપના પંચમહાલ જિલ્લાની કલોલ વિધાનસભા બેઠક પરથી ભાજપના ઉમેદવાર ફતેસિંહ ચૌહાણ એક વીડિયોને લઈને વિવાદમાં આવ્યા છે.

બૂથની અંદર બોગસ કરો કે જે પણ હોય તે, 3000 મતો પાડવાના છે. તેમનો આ નિવેદન આપતો એક વીડિયો વાયરલ થતાં સોશિયલ મીડિયામાં ચર્ચાએ જોર પકડ્યું છે. કાલોલ સુમન ચૌહાણની ટિકિટ કાપીને ફતેસિંહ ચૌહાણને ભારતીય જનતા પાર્ટીએ કાલોલ વિધાનસભા બેઠક પરથી ટિકિટ આપી હતી. જ્યારે દિગ્ગજ રાજકારણી પ્રભાસિંહ ચૌહાણે ભાજપથી છેડો ફાડ્યો છે અને કોંગ્રેસ પાર્ટી તરફથી ટિકિટ આપવામાં આવી છે. ત્યારે કાલોલનુું રાકજકારણ પણ ગરમાયું છે.

વિધાનસભાની ચૂંટણીનું પ્રથમ તબક્કાનું મતદાન પૂર્ણ થઈ ગયું છે ત્યારે બીજા તબક્કાના મતદાનને લઈને આજે અંતિમ પ્રચાર ચાલી રહ્યો છે. ત્યારે કેટલાત નેતાઓ વિવાદમાં પણ આવી રહ્યા છે. મધ્ય ગુજરાતમાં બોરસદમાં ડાન્સરોના પ્રચાર દરમિયાનના વીડિયો વાયરલ થઈ રહ્યો છે ત્યારે ફતેસિંહનો પણ આ નેતાનો વીડિયો પણ વાયરલ થઈ રહ્યો છે. 

ઉલ્લેખનીય છે કે કલોલ વિધાનસભા બેઠક પર ભાજપે ઉમેદવાર ફતેસિંહ ચૌહાણને ટિકિટ આપી છે. તેમની શૈક્ષણિક લાયકાત 10મું પાસ છે. તેમની જંગમ સંપત્તિ 8 લાખ છે. જ્યારે કોંગ્રેસે પ્રભાતસિંહ ચૌહાણને ટિકિટ આપી છે. તેમની શૈક્ષણિક લાયકાત 11મું પાસ છે. તેમની પાસે 6,50,000 લાખની જંગમ સંપત્તિ છે. જ્યારે આમ આદમી પાર્ટીએ દિનેશ બારિયાને ટિકિટ આપી છે. તેઓ બી.એડ. સુધીનો અભ્યાસ ધરાવે છે.

Share

Related posts

આકાંક્ષી દાહોદ જિલ્લામાં ‘સંપૂર્ણતા અભિયાન’નો પ્રારંભ કરાવતા જિલ્લા કલેક્ટર યોગેશ નિરગુડે.

gujaratjanekta

વડોદરામાં ક્રાફ્ટરૂટ્સ દ્વારા યોજાયેલ હસ્તકલા પ્રદર્શનનો ઉત્તરપ્રદેશના રાજ્યપાલ શ્રીમતી આનંદીબેન પટેલે કરાવ્યો પ્રારંભ

gujaratjanekta

ગોધરા ખાતે આગામી દિવસોમાં અષાઢી બીજ નિમિતે રથયાત્રા નીકળનાર હોય જે અન્વયે ફ્લેગ માર્ગ યોજાયો

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial