Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ઝાલોદ તાલુકાના કંબોઇ ખાતે ભૂંડનો આતંક : 6 લોકો થયા ઈજાગ્રસ્ત

પંકજ પંડિત

દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના કંબોઈ ગામે વહેલી સવારે ખેડૂતો પોતાના ખેતરોમાં કામ કરતા હતા તે સમયે અચાનક ભૂંડ આવી જતાં ખેડૂતોમાં અફરાતફરીનો વાતાવરણ સર્જાયો હતો. આ અચાનક કરાયેલ ભૂંડના હુમલામા 6 લોકો ઈજાગ્રસ્ત થયા. ખેતરમાં કામ કરતા 6 લોકો ઈજાગ્રસ્ત થતા તાત્કાલીક સારવાર અર્થે દાહોદ ઝાયડસ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.

પોતાના ખેતરમાં કામ કરનાર ખેડૂતોમાં 6 ખેડૂતોમાંથી 2 ખેડૂતોને ગંભીર ઇજા પહોંચી જ્યારે અન્ય 4ને સામાન્ય નાની મોટી ઈજા પહોંચી. 6 વ્યક્તિ સહિત ખેતરમાં ઉભેલા 3 પાલતુ પશુઓ પર પણ ભૂંડે હુમલો કર્યો. ભૂંડના ત્રાસથી ગ્રામજનોમાં ભયનો માહોલ સર્જાયો. સમગ્ર બનાવની જાણ વન વિભાગને કરાતા વન વિભાગ દ્વારા પણ કાર્યવાહી હાથ ધરવામાં આવી.

Share

Related posts

ઝાલોદ તાલુકાના લીમડી ગામમાં બી.પી અગ્રવાલ હાઈસ્કૂલ લીમડી ખાતે આજરોજ પ્રકૃતિ મિત્ર ટ્રસ્ટ દ્વારા રક્તદાન તથા ફ્રી બ્લડ ગ્રુપ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું

gujaratjanekta

સ્વામી વિવેકાનંદ પ્રેરણા સંકુલ, દાહોદ ખાતે પંચાયત અને કૃષિ મંત્રીશ્રી બચુભાઇ ખાબડના અધ્યક્ષ સ્થાને જિલ્લા કક્ષાનો ‘ શિક્ષક પારિતોષિક સમારોહ ‘ યોજાયો

gujaratjanekta

ફતેપુરા નગર સહિત તાલુકા મા 80 માં સ્વાતંત્ર પર્વની ઉત્સાહભેર વાતાવરણમાં ઉજવણી કરવામાં આવી હતી

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial