Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

પેથાપુર શાળામાં રાષ્ટ્રીય યુવા દિનની ઉજવણી કરવામાં આવી

પંકજ પંડિત

આજ રોજ માધ્યમિક અને ઊચ્ચ માઘ્યમિક શાળા પેથાપુર ખાતે સ્વામિ વિવેકાનંદની જન્મ જયંતિને રાષ્ટ્રીય યુવા દિન તરીકે ઉજવવામાં એક દિવસીય ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં ધોરણ ૯ થી ૧૨ ના વિદ્યાર્થીઓ ભાગ લીધો હતો અંતે ધોરણ- ૧૦ ના વિદ્યાર્થીઓની ટીમ વિજેતા બની હતી.સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાના શિક્ષકો આર.આર ગજ્જર, એમ.એલ.તાવિયાડ, નિરાલી લબાના અને એન.જી લબાના તેમજ કોચ કે.એલ પ્રજાપતિ અને ઉમેશભાઈ ખરાડી દ્વારા કરવામાં આવ્યું હતું.સેવક ભાઈઓ અરવિંદભાઈ,મુકેશભાઈ પણ ખડે પગે ઊભા રહી ખેલાડીઓ ના ઉત્સાહ માં વધારો કરેલ હતો.સમગ્ર કાર્યક્રમના અંતે વિજેતા બનેલ ટીમ ને તેમજ હરીફ ટીમને પુરસ્કાર સ્વરૂપે રોકડ ઈનામ વિતરણ શાળાના આચાર્ય ચેતન.એમ પ્રજાપતિ સાહેબ દ્વારા કરવામાં આવ્યું હતું.સાચા અર્થમાં સ્વામી વિવેકાનંદ જન્મ જયંતિ ને રાષ્ટ્રીય યુવા દિનને સ્પોર્ટ ડે તરીકે ઉજવણી કરી ને સાર્થક સાબિત કરેલ હતું.કાર્યક્રમના અંતે શાળાના શિક્ષક ડો.જયંત એમ પરમાર સાહેબે સ્વામીજી ના સંદેશ ‘ઉઠો,જાગો અને ધ્યેય પ્રાપ્ત ન થાય ત્યાં સુધી મંડ્યા રહો ‘ ને જીવન માં ઉતારવા અનુરોધ કર્યો હતો.

Share

Related posts

ફતેપુરા જાગૃતિ કન્યા વિદ્યાલય ફતેપુરા ખાતે સ્વશાસન દિવસની ઉજવણી કરવામાં આવી હતી

gujaratjanekta

બનાસકાંઠા: કાર-ટ્રેલર ટ્રક વચ્ચે ભયાનક ટક્કર, અકસ્માતમાં થયા ચારના મોત

Admin

ઝાલોદ તાલુકાના લીમડી નગરમાં ધારાસભ્ય મહેશ ભૂરીયાની ઉપસ્થિતિમા તિરંગા યાત્રા યોજાઈ

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial