Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

કંબોઇ ધામ ખાતે બિરસા મુંડા જયંતિ નિમિત્તે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના લાઈવ કાર્યક્રમનું પ્રસારણ અંગે કાર્યકર્તાઓને માર્ગદર્શન આપવામાં આવ્યું

દાહોદ જિલ્લા ના લીમડી તાલુકા સ્થિત કંબોઇ ધામ ખાતે આજ રોજ, તા. 13 નવેમ્બર 2025 ગુરુવારના રોજ ધારાસભ્ય મહેશ ભૂરીયા, મામલતદાર શૈલેન્દ્ર પરમાર ,ડી.ઓ , જિલ્લા સભ્યો તથા અન્ય અધિકારીઓની અધ્યક્ષસ્થાને મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.આ બેઠકમાં 15 નવેમ્બર 2025 શનિવારના રોજ બિરસા મુંડાજીની 150મી જન્મજયંતિ નિમિત્તે યોજાનાર કાર્યક્રમ અંગે ચર્ચા કરવામાં આવી. આ અવસરે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના લાઈવ સંબોધનનું પ્રસારણ ગુરુ ગોવિંદ કંબોઇ ધામ ખાતે છે બપોરે 2:00 વાગ્યે રાખવામાં આવેલ છેબેઠક દરમિયાન નક્કી કરવામાં આવ્યું કે દરેક ગામના સરપંચો તથા તલાટીઓ ગ્રામજનોને સમયસર કંબોઇ ધામ ખાતે પહોંચવામાં સહાયરૂપ થાય, જેથી દરેક નાગરિક આ પ્રેરણાદાયી કાર્યક્રમનો લાભ લઈ શકે અને ભાજપ પાર્ટી દ્વારા યોજવામાં આવેલ પ્રોગ્રામમાં પોતાનો પૂર્ણ સહયોગ આપી શકે.કંબોઇ ધામ ખાતે પ્રધાનમંત્રી મોદીના વિચારો સાંભળવા ,ભગવાન બિરસા મુંડાજીની અખંડ જાગૃતિને નમન કરવા માટે મોટા પ્રમાણમાં જનસમુદાય આવે તેવું આયોજન કરવામાં આવેલ છે.

Share

Related posts

પંચમહાલ જીલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા કાંકણપુરની એન.વી.શાહ ગલ્સ‍ હાઇસ્કુલ ખાતે ટ્રાફિક જાગૃતિ કાર્યક્રમ યોજાયો

gujaratjanekta

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી એકવાર ગુજરાત ના પ્રવાસે આવશે

gujaratjanekta

મતદાનના દિવસે દાદા બજરંગ બલીની ગદા ભરશે, ચૂંટણીપંચ નોટીસ મોકલશે એટલે કઈ ગોળી છે તેનો જવાબ આપીશ- મધુ શ્રીવાસ્તવ

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial